આલિયાને ફૅન્સથી માંડીને બૉલીવુડની સેલિબ્રિટીઓએ જન્મદિવસની શુભેચ્છા આપી હતી. જોકે આલિયાને સૌથી ખાસ અંદાજમાં શુભેચ્છા આપી છે સાસુ નીતુ કપૂરે.
નીતુ કપૂરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આલિયા સાથેની એક જૂની તસવીર શૅર કરી છે અને સાથે એક પ્રેમભરી નોંધ લખી છે
આલિયા ભટ્ટ માટે ૧૫ માર્ચનો દિવસ ખાસ સાબિત થયો છે કારણ કે આ દિવસે આલિયાની બત્રીસમી વર્ષગાંઠ હતી. આલિયાને ફૅન્સથી માંડીને બૉલીવુડની સેલિબ્રિટીઓએ જન્મદિવસની શુભેચ્છા આપી હતી. જોકે આલિયાને સૌથી ખાસ અંદાજમાં શુભેચ્છા આપી છે સાસુ નીતુ કપૂરે.
રણબીર કપૂરની મમ્મી નીતુ કપૂરે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આલિયા સાથેની એક જૂની તસવીર શૅર કરી છે અને સાથે એક પ્રેમભરી નોંધ લખી છે. નીતુ કપૂરે લખ્યું છે : ‘હૅપી બર્થ-ડે મારી ગૉર્જિયસ ફ્રેન્ડ. આ તસવીર મારા માટે ખૂબ ખાસ છે, કારણ કે આ આપણી પહેલી મુલાકાતની તસવીર છે. હંમેશાં ખુશ રહે અને બધાના આશીર્વાદ મેળવ. ઘણો પ્રેમ.’ આલિયાએ પણ તેની સાસુની પોસ્ટને ઇન્સ્ટા સ્ટોરી પર શૅર કરીને ‘લવ યુ’ લખ્યું છે.

