નરેન્દ્ર મોદીના વોકલ ફૉર લોકલ મંત્રને ટેકો આપ્યો નીના ગુપ્તાએ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વોકલ ફૉર લોકલ’નો મંત્ર તાજેતરમાં આપ્યો હતો જેને નીના ગુપ્તાએ ટેકો આપ્યો છે. તે હાલમાં ઉત્તરાખંડના મુક્તેશ્વરમાં છે. તેણે એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. આ વિડિયોમાં નીના ગુપ્તા કહી રહી છે, ‘લોકલ. મેં આ લોકલ છેલ્લા 15-20 દિવસથી શરૂ કર્યું છે. અહીં મુક્તેશ્વરમાં એક ગામમાં કેટલીક મહિલાઓ છે, તેમની પાસે હાલમાં કોઈ કામ નથી. અહીં કોઈ ટૂરિસ્ટ્સ પણ નથી. મેં તેમની પાસે આ સ્વેટર્સ બનાવડાવ્યાં છે. હું જાણું છું કે આ વર્ષે કોઈ ટૂરિસ્ટ સીઝન પણ નથી થવાની. એથી અહીં કોઈની આવક પણ નથી થવાની. એથી મેં હાલમાં મારા હસબન્ડ માટે એક સ્વેટર તેમને બનાવવા આપ્યું છે. હાથે બનાવેલી વસ્તુઓની તો વાત જ અનેરી હોય છે. એથી ચાલો આપણે બધા લોકલ બનીએ.’

