સાઉથની નયનતારા અને વિજ્ઞેશ શિવનના ટ્વિન્સ દીકરાઓ એક વર્ષના થયા છે. તેમનો બર્થ-ડે હોવાથી તેમનો ચહેરો લોકોને દેખાડ્યો છે
ફાઇલ તસવીર
સાઉથની નયનતારા અને વિજ્ઞેશ શિવનના ટ્વિન્સ દીકરાઓ એક વર્ષના થયા છે. તેમનો બર્થ-ડે હોવાથી તેમનો ચહેરો લોકોને દેખાડ્યો છે. ગયા વર્ષે નયનતારા અને વિજ્ઞેશ સરોગસીથી પેરન્ટ્સ બન્યા હતા. તેમના દીકરાઓનાં નામ ઉયીર રુદ્રોનીલ, જેનો અર્થ લાઇફ થાય છે અને ઉલગ દૈવિકનો અર્થ વિશ્વ થાય છે. નયનતારાએ તેમના કેટલાક ફોટો શૅર કર્યા છે. એક ફોટોમાં વિજ્ઞેશે બન્ને બાળકોને પકડી રાખ્યાં છે. તો અન્ય એક ફોટોમાં નયનતારા અને વિજ્ઞેશ તેમની સાથે દેખાય છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને નયનતારાએ કૅપ્શન આપી હતી, ‘ઘણા સમયથી હું રાહ જોઈ રહી હતી કે મારા દીકરાઓ સાથેના ફોટો હું શૅર કરું. હૅપી બર્થ-ડે મારા દીકરાઓ ઉયીર રુદ્રોનીલ અને ઉલગ દૈવિક. અપ્પા અને અમ્મા તમને બન્નેને ખૂબ પ્રેમ કરે છે, જેને શબ્દોમાં ન વર્ણવી શકાય. અમારી લાઇફમાં આવ્યા અને અમને ખુશી આપવા માટે થૅન્ક યુ. તમે અમારી લાઇફમાં સકારાત્મકતા અને આશિષ લઈને આવ્યા છો. આ એક વર્ષ ખૂબ આનંદિત ક્ષણોથી ભરપૂર રહ્યું છે. તમને બન્નેને ખૂબ પ્રેમ. તમે અમારી દુનિયા છો.’
પ્રાઇવેટ જેટની માલિક છે નયનતારા
ADVERTISEMENT
નયનતારા લક્ઝરી કારની શોખીન તો છે જ સાથે જ તેની પાસે પ્રાઇવેટ જેટ પણ હોવાનું જાણવા મળ્યું છે. સાઉથની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નયનતારા ખૂબ જાણીતી ઍક્ટ્રેસ છે. તેનું ફૅન- ફૉલોઇંગ પણ ઘણું છે. તેના હસબન્ડ વિજ્ઞેશ શિવન સાથે તે શાનદાર લાઇફ જીવે છે. તે જે મકાનમાં રહે છે એની કિંમત સો કરોડ રૂપિયા આંકવામાં આવી છે. તે જે ૪ બીએચકેના મકાનમાં રહે છે એમાં પ્રાઇવેટ સિનેમા હૉલ, સ્વિમિંગ પૂલ અને મલ્ટિફંક્શનલ જિમ પણ છે. આ શાનદાર ઘર સિવાય તેના હજી બે અપાર્ટમેન્ટ હૈદરાબાદના બંજારા હિલ્સમાં આવેલા છે. એ દરેક ફ્લૅટની કિંમત ૩૦ કરોડ રૂપિયા છે. નયનતારા બૅન્કેબલ સ્ટાર છે અને તેની નેટવર્થ બસો કરોડ છે. નયનતારાની મોંઘીદાટ કારની વાત કરીએ તો તેની પાસે સૌથી મોંઘી BMW 7 સિરીઝની ૧.૭૬ કરોડની કાર છે, જે મૂડ પ્રમાણે લાઇટ ઍડ્જસ્ટ કરે છે. સાથે જ એક કરોડની મર્સિડીઝ GLS35OD અને BMW 5 સિરીઝની કાર ધરાવે છે. પ્રાઇવેટ જેટની વાત કરીએ તો તે ફૅમિલી હૉલિડે પર જાય છે ત્યારે એમાં જ ટ્રાવેલિંગ કરે છે. બૉલીવુડમાં એવી અનેક ઍક્ટ્રેસિસ છે જેવી કે માધુરી દીક્ષિત નેને, શિલ્પા શેટ્ટી કુન્દ્રા અને પ્રિયંકા ચોપડા જોનસ પાસે પણ પ્રાઇવેટ જેટ છે.
નયનતારાના પ્રાઇવેટ જેટની કિંમત પચાસ કરોડ રૂપિયા આંકવામાં આવે છે. તેના હસબન્ડ વિજ્ઞેશ સાથે મળીને તે રાઉડી પિક્ચર્સ બૅનર નામનું પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે.