Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાપ રે! આટલી હદ સુધી જાહેર થઈ ગયો ઝઘડો, આલિયા નવાઝ સાથેનું કૉલ રેકોડિંગ કર્યુ શેર

બાપ રે! આટલી હદ સુધી જાહેર થઈ ગયો ઝઘડો, આલિયા નવાઝ સાથેનું કૉલ રેકોડિંગ કર્યુ શેર

Published : 10 March, 2023 12:21 PM | Modified : 10 March, 2023 12:43 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નવાઝુદ્દીન સિદ્દીકી(nawazuddin siddiqui )ની પત્ની આલિયા(aaliya siddiqui)એ કહ્યું કે તેના ખાતામાં પૈસા નથી, તે અને તેના બાળકો બેઘર અને નિરાધાર છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની

નવાઝુદ્દીન સિદ્દીકી અને તેની પત્ની


બૉલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui), તેના પરિવાર અને તેની પત્ની આલિયા વચ્ચેનો પારિવારિક વિવાદ હવે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો છે. ગત વર્ષથી બંને વચ્ચે ઝઘડાની વાત ઘણી વખત સામે આવી હતી. ત્યારબાદ તાજેતરમાં મામલો ત્યારે વધી ગયો જ્યારે નવાઝુદ્દીનની માતાએ આલિયા અને તેની પુત્રીને ઘરમાં પ્રવેશવા દીધા નહીં. આલિયાએ કહ્યું કે તેના ખાતામાં પૈસા નથી, તે અને તેના બાળકો બેઘર અને નિરાધાર છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે. જે બાદ નવાઝે એક ખુલાસો કર્યો, જેના જવાબમાં આલિયાએ બંને વચ્ચેની ચેટ વાયરલ કરી. હવે મામલો એ હદે પહોંચી ગયો છે કે હવે આલિયાએ નવાઝ અને પોતાની વચ્ચેની વાતચીતનો કોલ રેકોર્ડિંગ ઓડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જે બાદ સમગ્ર સત્ય સામે આવ્યું છે.


મેનેજરનું નામ સામે આવ્યું



હકીકતમાં, આલિયા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેના પતિ નવાઝુદ્દીન પર સતત ગંભીર આરોપો લગાવી રહી છે. આ દરમિયાન, આ ઓડિયો ક્લિપ સામે આવી છે જેણે બંને વચ્ચેની તકરારને સાફ કરી દીધી છે. આ રેકોર્ડિંગમાં બંને વચ્ચે લડાઈ ચાલી રહી છે કે કેવી રીતે નવાઝ તેની દીકરીને મેનેજર સાથે બીજા દેશમાં મોકલી શકે છે. જ્યારે નવાઝનું કહેવું છે કે તેને મેનેજર પર પૂરો વિશ્વાસ છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં આલિયાએ નવાઝના મેનેજર પર આરોપ લગાવ્યો હતો કે તે તેની પુત્રીને ખોટી રીતે સ્પર્શ કરે છે.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Aaliya Siddiqui (@aaliyanawazuddin)


જાણો શું કહે છે આલિયા અને નવાઝ

આ વિવાદની ઓડિયો ક્લિપ લોકો સાથે શેર કરતા આલિયાએ લખ્યું છે કે, `આ નવાઝની વાસ્તવિકતા છે.` આ ઓડિયોમાં આપણે બંનેનો અવાજ સ્પષ્ટ રીતે સાંભળી શકીએ છીએ. આલિયા નવાઝને પૂછી રહી છે કે તેણે તેની પુત્રીને મેનેજર સાથે કેમ મોકલી? આ અંગે નવાઝે વળતો જવાબ આપ્યો, "તે મારું કામ સંભાળે છે. મેં તેને મંજૂરી આપી કારણ કે હું તેના પર વિશ્વાસ રાખું છું. કદાચ તમને નહીં હોય! તમે કોઈ પર વિશ્વાસ કરતા નથી, જો તમારે પોલીસ ફરિયાદ નોંધાવવી હોય, તો આગળ વધો અને કરો. મને એ શખ્સ પર વિશ્વાસ છે."

આ પણ વાંચો: સતીશ કૌશિકના કાળજાનો કટકો... લાડલી પુત્રીની પોસ્ટ જોઈ સૌની આંખો ભીંજાઈ, જુઓ પોસ્ટ

આલિયાએ નવાઝને કહ્યું `બેજવાબદાર પિતા`

નોંધનીય છે કે તાજેતરમાં જ નવાઝુદ્દીન સિદ્દીકીના ઓપન લેટરનો જવાબ આપતા આલિયાએ 8 પેજની નોટ શેર કરી હતી. જેમાં તેણે નવાઝને `બેજવાબદાર પિતા` કહ્યા હતા. તેણે એવો પણ દાવો કર્યો હતો કે નવાઝના મેનેજરે તેની પુત્રીને ઘણી વખત અયોગ્ય રીતે ગળે લગાવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

10 March, 2023 12:43 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK