આ ફિલ્મને કુશાન નંદીએ ડિરેક્ટ કરી છે.
નવાઝુદ્દીન સિદ્દીકીની ‘જોગીરા સારા રા રા’
નવાઝુદ્દીન સિદ્દીકીની ‘જોગીરા સારા રા રા’ હવે ૧૨ મેએ નહીં, પરંતુ ૨૬ મેએ રિલીઝ થવાની છે. આ રોમૅન્ટિક-કૉમેડીમાં નેહા શર્મા, સંજય મિશ્રા અને ઝરીના વહાબ પણ જોવા મળશે. આ ફિલ્મને કુશાન નંદીએ ડિરેક્ટ કરી છે. ૧૨ મેએ પ્રિયંકા ચોપડા જોનસની ‘લવ અગેઇન’, વિદ્યુત જામવાલની ‘IB 71’ અને નાગ ચૈતન્યની ‘કસ્ટડી’ રિલીઝ થવાની છે. આ જ કારણ છે કે ‘જોગીરા સારા રા રા’ની રિલીઝને પોસ્ટપોન કરવામાં આવી છે.
કન્ટેન્ટવાળી ફિલ્મ હોય તો શાહરુખ, સલમાન અને આમિર મને કૉલ કરે છે : નવાઝુદ્દીન સિદ્દીકી
ADVERTISEMENT
નવાઝુદ્દીન સિદ્દીકીનું કહેવું છે કે કન્ટેન્ટવાળી ફિલ્મ હોય તો શાહરુખ ખાન, સલમાન ખાન અને આમિર ખાન તેને કૉલ કરે છે. તેણે આ બધા સાથે કામ કર્યું છે. નવાઝુદ્દીન અને સલમાન ‘બજરંગી ભાઈજાન’ અને ‘કિક’માં સાથે કામ કર્યું હતું. આમિર સાથે ‘તલાશ’માં કામ કર્યું હતું. શાહરુખ સાથે ‘રઈસ’માં તે જોવા મળ્યો હતો. તેમની સાથે કામ કરવા વિશે નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યું કે ‘તેમની સાથે કામ કરવાનો અનુભવ મનોરંજક રહ્યો છે. એ તેમની મહાનતા છે. સલમાન, શાહરુખ અથવા આમિર હોય અને કન્ટેન્ટવાળી ફિલ્મ હોય તો તેઓ મને કૉલ કરે છે. તેઓ મને અને મારા કામને જાણે છે. તેઓ મને પર્સનલી પણ ઓળખે છે અને એથી અમારી વચ્ચે બૉન્ડિંગ સ્ટ્રૉન્ગ છે. તેમની પાસેથી ધૈર્ય અને જિદ્દીપણું જેવું ઘણુંબધું શીખવા મળે છે. તેઓ જીદથી કામ કરે છે અને આટલાં વર્ષો સુધી ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવાની કળા તેમની પાસેથી શીખવા જેવી છે.’