નવાઝુદ્દીન સિદ્દીકીની મોતીચૂર ચકનાચૂર મુશ્કેલીમાં, કોર્ટે રિલીઝ અટકાવી
બોલીવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી અને આથિયા શેટ્ટી સ્ટારર ફિલ્મ મોતીચૂર ચકનાચૂર પર સંકટ છવાઇ રહ્યું છે. ચર્ચાએ છે કે ફિલ્મની રિલીઝ અટકાવી દેવામાં આવી છે, જે 15 નવેમ્બરે રિલીઝ થવાની હતી. આ અટકાવ બિહાર સિવિલ કોર્ટ તરફથી મૂકવામાં આવી છે, જેના પછી હવે ફિલ્મ કદાચ જ 15 નવેમ્બરના રિલીઝ થઈ શકશે. જો કે, આ મામલે મેકર્સ તરફથી કોઇ પણ ઑફિશિયલ માહિતી સામે આવી નથી.
અંગ્રેજી સમાચાર ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયેલી ખબર પ્રમાણે, બિહાર સિવિલ કોર્ટે 15 નવેમ્બરના રિલીઝ થનારી મોતીચૂર ચકનાચૂરની રિલીઝ થોભાવી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે એક લોકલ ડિસ્ટ્રીબ્યૂટરે ફિલ્મના રાઇટ્સ પર દાવો કર્યો છે અને આ મામલે સંબંધિત દસ્તાવેજો હોવાની વાત પણ કહેવામાં આવી રહી છે. સાથે જ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ પ્રૉડ્યૂસર રાજેશ ભાટિયા વિરુદ્ધ ફરિયાદ છે કે તે ડ્યૂઝ ક્લિયર નથી કરી રહ્યા એવામાં રિલીઝ અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ફિલ્મના કેટલાક નવા ગીત રિલીઝ થઈ ચૂક્યા છે અને ફિલ્મ સિનેમાઘરોમાં આવવા તૈયાર છે. રિલીઝના ત્રણ દિવસ પહેલા આ નિર્ણય આવવાથી મેકર્સ માટે મુશ્કેલી વધી શકે છે. ફિલ્મ 36 વર્ષથી એક એવા વ્યક્તિની સ્ટોરી છે જે પોતાની માટે પત્ની શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આથિયા શેટ્ટીને જ્યારે ખબર પડે છે કે નવાજ દુબઇમાં કામ કરે છે તો તે તેની સાથે લગ્ન કરવા માટે પ્રેમનો ખોટો સ્વાંગ રચે છે.
આ પણ વાંચો : Aarohi Patel: અલબેલી 'આર.જે. અંતરા'ના અનોખા અંદાજ જુઓ તસવીરોમાં...
કૉમેડી ડ્રામા મોતીચૂર ચકનાચૂર ફિલ્મને દેબામિત્રા બિસવાલ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મમાં નવાઝૂદ્દીન સિદ્દીકી પુશ્પિંદર ત્યાગી અને આથિયા એનીનું પાત્ર ભજવી રહી છે.