આ ફિલ્મમાં તે ટ્રાન્સજેન્ડરની ભૂમિકા ભજવી રહ્યો છે.
નવાઝુદ્દીન સિદ્દીકી
નવાઝુદ્દીન સિદ્દીકીની આગામી ફિલ્મ ‘હડ્ડી’ના લુક માટે ૮૦ સાડીઓ અને છ મહિનાનો સમય લાગ્યાં હતાં. આ ફિલ્મમાં તે ટ્રાન્સજેન્ડરની ભૂમિકા ભજવી રહ્યો છે. આ ફિલ્મને સંજય સાહા સાથે મળીને રાધિકા નંદાએ પ્રોડ્યુસ કરી છે. તેણે કહ્યું હતું કે એક સાડી પહેરવા માટે નવાઝુદ્દીનને ૩૦ મિનિટનો સમય લાગતો હતો અને મેકઅપ સાથે ટોટલ ત્રણ કલાક થઈ જતા હતા. આ વિશે વાત કરતાં રાધિકાએ કહ્યું કે ‘નવાઝુદ્દીને પહેલી વાર સાડી પહેરી છે. તે એક જ સાડીના લુકમાં કલાકો સુધી લુક માટે શૂટ કરતો હતો. અમે આ માટે પ્રોસ્થેટિક્સનો પણ ઉપયોગ કર્યો હતો, પરંતુ તેના લુકને બને એટલો નૅચરલ રાખવો એ અમારો હેતુ હતો. અમે એ શૂટ દરમ્યાન લગભગ ૮૦ સાડીઓનો ઉપયોગ કર્યો હતો. નવાઝુદ્દીને પહેલાં પોતાને આ લુકમાં ક્યારેય નહોતો જોયો એથી તે અરીસામાં પોતાને જોઈને અવાચક થઈ ગયો હતો. એના કારણે તેના પાત્રની વધુ નજીક જવામાં તેને મદદ પણ મળી હતી. તેને પણ એહસાસ થયો કે દરરોજ સાડી પહેરવી અને તૈયાર થવું મહિલાઓ માટે કેટલું મહત્ત્વનું છે. આ લુકને નક્કી કરવા માટે અમને છ મહિનાનો સમય લાગ્યો હતો.’