નવાઝુદ્દીન સિદ્દીકીએ પહેલીવાર આ મુદ્દે સોશિયલ મીડિયા દ્વારા પોતાનું નિવેદન જાહેર કર્યું છે
ફાઇલ તસવીર
બોલિવૂડ (Bollywood)ના દિગ્ગજ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) અને તેની પૂર્વ પત્ની આલિયા (Aaliya Siddiqui) વચ્ચેનો વિવાદ છેલ્લા કેટલાક સમયથી મીડિયા અને સોશિયલ મીડિયા પર છવાયેલો છે. હાલમાં જ આલિયાએ એક વીડિયો શેર કરીને આરોપ લગાવ્યો હતો કે તેને અને તેના બાળકોને ઘરમાં એન્ટ્રી નથી આપવામાં આવી રહી. દરમિયાન, નવાઝુદ્દીન સિદ્દીકીએ પહેલીવાર આ મુદ્દે સોશિયલ મીડિયા દ્વારા પોતાનું નિવેદન જાહેર કર્યું છે. નવાઝુદ્દીન સિદ્દીકીની પૂર્વ પત્ની આલિયાએ તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે તેની પાસે રહેવા માટે ઘર નથી અને નવાઝે તેને ફ્લેટમાં એન્ટ્રી આપી નથી. જો કે નવાઝુદ્દીનની ટીમ પહેલા જ આ આરોપોને ફગાવી ચૂકી છે.
View this post on Instagram
ADVERTISEMENT
નવાઝુદ્દીન સિદ્દીકીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોતાનું નિવેદન જાહેર કરતા લખ્યું કે, "મારા મૌનને કારણે મારી બદનામી થઈ રહી છે, તેથી હું કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માગુ છું. મેં મારા બાળકોને મુંબઈ અને દુબઈ બંનેમાં એક-એક ફ્લેટ આપ્યો છે, જેની માલિક આલિયાની છે. મેં આ બધું મારા બાળકો માટે જ કર્યું છે. હું છેલ્લા 2 વર્ષથી આલિયાને દર મહિને 10 લાખ રૂપિયા આપું છું, જેથી મારા બાળકોનો યોગ્ય રીતે ઉછેર થઈ શકે. તેઓ દુબઈ ગયા તે પહેલા આલિયાને દર મહિને 5-7 લાખ રૂપિયા આપવામાં આવતા હતા.”
નવાઝુદ્દીને આગળ લખ્યું છે કે, "આલિયા મારી કારકિર્દી બગાડવા અને મને બદનામ કરવા માગે છે, તેથી તે રેન્ડમ વીડિયો બનાવી રહી છે અને શેર કરી રહી છે. તેણે મારા બાળકોને ભારત બોલાવ્યા પહેલા 45 દિવસ સુધી બંધક બનાવી રાખ્યા. પૈસાની માગણી કરતી વખતે તે મારી સામે ખોટા કેસ કરે છે અને પૈસા મળ્યા પછી પણ બીજા લઈ જાય છે, આવું પહેલા પણ બન્યું છે."
આ પણ વાંચો: ફિલ્મના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન થયા ઘાયલ, જાણો સમગ્ર ઘટના
નવાઝે પોતાના નિવેદનમાં આગળ લખ્યું છે કે, "કોઈ પણ માતા-પિતા તેમના બાળકો સાથે આવું કરી શકતા નથી, જેમ કે આરોપો લગાવવામાં આવી રહ્યા છે. દરેક માતા-પિતા તેમના બાળકો માટે શ્રેષ્ઠ ઈચ્છે છે. હું શોરા અને યાનીને ખૂબ પ્રેમ કરું છું. હું તેમના સારા ભવિષ્ય માટે કંઈ પણ કરી શકું છું. મને મારા દેશના ન્યાયતંત્રમાં વિશ્વાસ છે.”