Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 27 વર્ષ નાની અવનીત કૌર સાથે લીપલૉક કર્યુ નવાઝુદ્દીન સિદ્દીકીએ, યુઝર્સ ભડક્યા

27 વર્ષ નાની અવનીત કૌર સાથે લીપલૉક કર્યુ નવાઝુદ્દીન સિદ્દીકીએ, યુઝર્સ ભડક્યા

Published : 15 June, 2023 03:49 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) એ પોતાનાથી  27 વર્ષ નાની અવનીત કૌર (Avneet Kaur) સાથે લીપલૉક કરતા સોશિયલ મીડિયા પર યુઝર્સ ભડક્યા છે. પરંતુ નવાઝુદ્દીન સિદ્દીકીએ શા માટે આવું કર્યુ? જાણો અહીં..

27 વર્ષ નાની અવનીત કૌર સાથે લીપલૉક કર્યુ નવાઝુદ્દીન સિદ્દીકીએ

27 વર્ષ નાની અવનીત કૌર સાથે લીપલૉક કર્યુ નવાઝુદ્દીન સિદ્દીકીએ


નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) સ્ટારર ફિલ્મ `ટીકુ વેડ્સ શેરુ` (Tiku Weds Sheru)નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટીવી સ્ટાર અવનીત કૌર (Avneet Kaur)પણ આ ફિલ્મથી મોટા પડદા પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ અનોખી લવ સ્ટોરી કંગના રનૌત (Kangana Ranuat)દ્વારા નિર્મિત છે અને સાઈ કબીર શ્રીવાસ્તવ દ્વારા નિર્દેશિત છે. હવે બુધવારે રિલીઝ થયેલી આ ફિલ્મનું ટ્રેલર તેના એક સીનને લઈને વિવાદોમાં ફસાઈ ગયું છે. હકીકતમાં, આ ફિલ્મમાં 49 વર્ષીય નવાઝુદ્દીન સિદ્દીકી(Nawazuddin Siddiqui)તેના કરતા 27 વર્ષ નાની અવનીત કૌર સાથે રોમાન્સ કરતો જોવા મળી રહ્યો છે. ટ્રેલરમાં બંનેના કિસિંગ સીન બતાવવામાં આવતા યુઝર્સ ચોંકી ગયા હતા.


ટ્રેલર પર યુઝર્સ ભડક્યા
આ ફિલ્મના ટ્રેલરમાં નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui)અને અવનીત કૌર(Avneet Kaur)ની અનોખી લવસ્ટોરી બતાવવામાં આવી છે. બંને વચ્ચે રોમેન્ટિક સીન્સ પણ બતાવવામાં આવ્યા હતા. આ દરમિયાન યૂઝર્સનો ગુસ્સો ત્યારે ફાટી નીકળ્યો જ્યારે નવાઝુદ્દીન (Nawazuddin Siddiqui)કરતા 27 વર્ષ નાની અવનીત કૌરને લિપ-લોકિંગ કરતા દેખાડવામાં આવી છે.




સોશિયલ મીડિયા પર કેટલાક લોકો નવાઝને તેની ઉંમર યાદ કરાવી રહ્યા છે તો કેટલાક તેને હાસ્યાસ્પદ ગણાવી રહ્યા છે. નવાઝુદ્દીનના ઓફિશિયલ ઈન્સ્ટા પેજ પર શેર કરવામાં આવેલા તેના ટ્રેલરમાં એક યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું, `આ ખૂબ જ ખોટું છે. આ શું છે. ઘણી મોટી ઉંમરના પુરૂષ કલાકારો સાથે યુવા અભિનેત્રીઓને કાસ્ટ કરવામાં આવી રહી છે. તે જ સમયે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, `છી.. આ છોકરી તેના પિતાની ઉંમરના અભિનેતા સાથે આમાં શું કામ કરી રહી છે.`

નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui)અને અવનીત કૌર(Avneet Kaur)ની આ ફિલ્મ ‘ટિકુ વેડ્સ શેરુ’(Tiku Weds Sheru)ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર 23 જૂને રિલીઝ થવાની છે. આ ફિલ્મને કંગના રનૌતના મણિકર્ણિકા ફિલ્મ્સે પ્રોડ્યુસ અને સાઈ કબીરે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મની સ્ટોરી બે અલગ સ્વભાવવાળી વ્યક્તિની છે. તેમની વચ્ચે ભારે ડ્રામા અને હંગામો થાય છે. તેમને બૉલીવુડમાં કરીઅર બનાવવાની ઇચ્છા હોય છે. એમાં કૉમેડી અને રોમૅન્સ પણ જોવા મળશે. આ ફિલ્મ વિશે કંગનાએ કહ્યું હતું કે મારા માટે `ટિકુ વેડ્સ શેરુ` સ્પેશ્યલ ફિલ્મ છે. આ મણિકર્ણિકા ફિલ્મ્સની પહેલી ફિલ્મ છે. પહેલી વખત આ ફિલ્મ માટે હું પ્રોડ્યુસર બની છું અને એ પ્રોસેસને મેં ખૂબ એન્જૉય કરી છે. મારા માટે એ મજેદાર અને ચૅલેન્જિંગ અનુભવ છે. ફિલ્મને સાઈ કબીરે ડિરેક્ટ કરી છે. એમાં ટૅલન્ટેડ ઍક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની સાથે બૉલીવુડમાં એન્ટ્રી કરનાર અવનીત કૌર લીડ રોલમાં જોવા મળશે. આશા છે કે દર્શકો આ ફિલ્મને પસંદ કરશે.’


 

Whatsapp-channel Whatsapp-channel

15 June, 2023 03:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK