Thackeray ફિલ્મ માટે નવાઝુદ્દીન અને અમ્રિતા રાવ પહેલી પસંદ નહોતા
નવાઝુદ્દીન સિદ્દીકી (તસવીર સૌજન્ય - મિડ-ડે)
શિવસેના સંસ્થાપક બાળાસાહેબ ઠાકરેની રાજકારણની દુનિયામાં એક ખાસ ભૂમિકા રહી છે. તેમણે ઘણા વર્ષો પહેલા દુનિયાને અલવિદા કહી દીધું છે. પરંતુ તેમના ટેકેદારો અને ફૅન્સ આજે પણ તેમને એટલો જ પ્રેમ કરે છે જેટલો પહેલા કરતા હતા. બાળાસાહેબ ઠાકરે એક પ્રખ્યાત કાર્ટૂનિસ્ટ હતા.
શનિવારે 23 જાન્યુઆરીએ તેમનો જન્મદિવસ છે અને આજે તેમના ફૅન્સ તેમને ખૂબ જ યાદ કરી રહ્યા છે. વર્ષ 2019માં બાળાસાહેબ ઠાકરેના જીવન પર આધારિત ફિલ્મ બનાવવામાં આવી હતી. આ ફિલ્મ તેના ચાહકો અને પ્રેક્ષકો દ્વારા ખૂબ પસંદ આવી હતી. આ ફિલ્મનું દિગ્દર્શન અભિજીત પાનસેએ કર્યું છે અને ફિલ્મને શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રોડ્યૂસ કરી છે.
ADVERTISEMENT
આ ફિલ્મમાં અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ બાળાસાહેબ ઠાકરેનો રોલ પ્લે કર્યો છે અને અમ્રિતા રાવે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. પણ તમને ખબર નહીં હોય કે આ ફિલ્મ માટે નવાઝુદ્દી સિદ્દીકી અને અમ્રિતા રાવ પહેલી પસંદ નહોતા. જોકે આ બન્નેની જોડીને આ ફિલ્મમાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેમ જ આઈએમડીબી મુજબ મેકર્સ આ ફિલ્મમાં ઈરફાન ખાનને કાસ્ટ કરવા માંગતા હતા. પરંતુ તેમની વ્યસ્તતાને કારણે નવાઝુદ્દીન સિદ્દીકીને આ ફિલ્મ કાસ્ટ કરવામાં આવી હતી.
નવાઝુદ્દીન સિદ્દીકીએ ઘણી વાર ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેમના માટે બાળાસાહેબ ઠાકરેનો રોલ ભજવવો એટલો સરળ નહોતો. તેમની જેમ રહેવું, ચાલવું, ઉઠવું અને વાત કરવાના અંદાજ જેવી બાબતો શીખવી પડી. તેમમે બાળાસાહેબ ઠાકરેની જેમ મંચ પરથી નીડરપણે ભાષણ આપવાનું પણ શીખ્યા હતા. આ પાત્ર ભજવવા માટે તેમણે અનેક પુસ્તકો પણ વાંચી હતી. આ બધી વાતો શીખ્યા પછી નવાઝુદ્દીન સિદ્દીકીએ પડદા પર શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું.

