નસીરુદ્દીન શાહ બિન્દાસ પોતાના વિચારો વ્યક્ત કરે છે.
નસીરુદ્દીન શાહ
નસીરુદ્દીન શાહનું માનવું છે કે મેઇનસ્ટ્રીમ સિનેમાએ દર્શકોનો ટેસ્ટ બગાડી નાખ્યો છે. સાથે જ તેમનું કહેવું છે કે મ્યુઝિકમાં પણ ખાસ્સું એવું ઝડપથી પરિવર્તન આવી ગયું છે. નસીરુદ્દીન શાહ બિન્દાસ પોતાના વિચારો વ્યક્ત કરે છે. વર્તમાનના સિનેમા વિશે નસીરુદ્દીન શાહે કહ્યું કે ‘આપણા મેઇનસ્ટ્રીમ સિનેમાએ હંમેશ માટે દર્શકોનો ટેસ્ટ બગાડી નાખ્યો છે. ફિલ્મમેકર સત્યજિત રેએ આ વાત પોતાની બુક ‘અવર ફિલ્મ્સ, ધેર ફિલ્મ્સ’માં આજથી ૫૦ વર્ષ પહેલાં લખી હતી. સત્યજિત રેએ જણાવ્યું હતું કે આપણે એવા દર્શકો જોઈએ છે જે ગુસ્સો કરે, જે આતુર હોય, દર્શકોની સંવેદનશીલતાને હંમેશાં પોષવી યોગ્ય નથી. આપણા સિનેમાનાં ૧૦૦ વર્ષ થઈ ગયાં છે અને આપણું મેઇનસ્ટ્રીમ સિનેમા એક જ પ્રકારની ફિલ્મો બનાવે છે. અનેક સ્ટોરી એવી હોય છે જે આપણા મહાકાવ્ય મહાભારતમાં લખાયેલી હોય છે. સાથે જ મોટા ભાગની સ્ટોરી શેક્સપિયરની રચનામાંથી પણ લેવાયેલી છે.’