તાજેતરમાં જ નવી સંસદનું ઉદ્ઘાટન ધૂમધામથી કરવામાં આવ્યું હતું.
નસીરુદ્દીન શાહ
તાજેતરમાં જ નવી સંસદનું ઉદ્ઘાટન ધૂમધામથી કરવામાં આવ્યું હતું. હવે એ સમારોહ પર નસીરુદ્દીન શાહે સવાલ કર્યા છે. થોડા સમયથી નસીરુદ્દીન શાહ પોતાના નિવેદનથી વિવાદનું નિર્માણ કરી રહ્યા છે. થોડા સમય પહેલાં પણ તેમણે મુસલમાનોને લઈને પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. હવે નવી સંસદને લઈને નસીરુદ્દીન શાહે કહ્યું કે ‘જૂની સંસદ સો વર્ષ જૂની હતી. એથી સમજી શકાય છે કે નવા બિલ્ડિંગની પણ ખાસ જરૂર હતી, પરંતુ એના માટે ભવ્ય આયોજનની શી જરૂર હતી? જેમાં તમે ધાર્મિક પરિબળને દેખાડી રહ્યા છો. તમે પૂજારીઓથી ઘેરાયેલા દેખાઓ છો જાણે કે આ કોઈ ઇંગ્લૅન્ડના રાજા હોય જેની આસપાસ બિશપો હોય છે. તમે રાજદંડ લઈને આવો છો. ભવ્યતાના ભ્રમની પણ એક હદ હોય છે. મને એવું લાગે છે કે આપણે એની સજા ભોગવી રહ્યા છીએ. નવું ભવન આપણી લોકશાહીનું પ્રતીક છે અને મને આશા છે કે એ લોકશાહીની રક્ષા કરવામાં સફળ રહેશે.’