નસીરુદ્દીન શાહ(Naseeruddin Shah)તાજેતરમાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં હવે સિંધી ભાષા બોલાતી નથી. આ બાબતને લઈને યુઝર્સે સોશિયલ મીડિયા પર હોબાળો મચાવ્યો છે.
નસીરુદ્દીન શાહ
નસીરુદ્દીન શાહ(Naseeruddin Shah)તાજેતરમાં કહ્યું હતું કે પાકિસ્તાનમાં હવે સિંધી ભાષા બોલાતી નથી. આ બાબતને લઈને યુઝર્સે સોશિયલ મીડિયા પર હોબાળો મચાવ્યો છે. પાકિસ્તાનના સિંધી ભાષી લોકોએ નસીરુદ્દીન(Naseeruddin Shah)ના નિવેદનની ખોટી રીતે નિંદા કરી છે. તેમનું કહેવું છે કે નસીરુદ્દીન શાહનું આ નિવેદન ખોટું છે. તેમણે લોકોને અધૂરી માહિતી આપી છે. સોશિયલ મીડિયા પર લોકો આ નિવેદનની આકરી ટીકા કરી રહ્યા છે. હવે પીઢ અભિનેતાએ પાકિસ્તાનની સમગ્ર સિંધી ભાષી વસ્તીની માફી માંગી છે. પોતાની નવી ફેસબુક પોસ્ટમાં નસીરુદ્દીન શાહ(Naseeruddin Shah)એ પોતાના નિવેદન બદલ માફી માંગી છે. વાસ્તવમાં નસીરુદ્દીન શાહને એક ઈન્ટરવ્યુમાં આપેલા તેમના નિવેદન માટે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે, જેમાં તેણે કહ્યું હતું કે પાકિસ્તાનમાં હવે સિંધી ભાષા બોલાતી નથી.
નસીરુદ્દીન શાહે માફી માંગી
ADVERTISEMENT
નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah)તાજેતરના નિવેદનને કારણે ચર્ચામાં છે. નોંધનીય છે કે નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે પાકિસ્તાનમાં હવે સિંધી ભાષા બોલાતી નથી, જેના પર સિંધી ભાષીઓ ગુસ્સે થઈ ગયા અને અભિનેતાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવા લાગ્યા, ત્યારબાદ નસીરુદ્દીન શાહે પાકિસ્તાનના સિંધીઓની માફી માંગી છે. અભિનેતાએ તેના સત્તાવાર ફેસબુક એકાઉન્ટ પર માફી માંગતી એક પોસ્ટ શેર કરી અને કેપ્શન લખ્યું- `ઓકે ઓકે, હું પાકિસ્તાનની સમગ્ર સિંધી ભાષી વસ્તીની માફી માંગુ છું, મને લાગે છે કે મારા ખોટા અભિપ્રાયથી ઘણું દુઃખ થયું છે. હું સંમત છું કે મારી પાસે ખોટી માહિતી હતી, પણ શું મને ફાંસીના માંચડે ચડાવવો જરૂરી છે?`
આ પણ વાંંચો: મુકેશ ખન્ના નસીરુદ્દીન શાહ પર ગુસ્સે થયા, કહ્યું- `...લવ જેહાદ ગેંગમાં જોડાઓ!`
ઉલ્લેખનીય છે કે નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah)તેમના નિવેદનને કારણે હંમેશાં ચર્ચામાં રહેતા હોય છે. થોડા દિવસો પહેલા તેમણે અવોર્ડ પર એક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે તેમણે ફાર્મહાઉસના વૉશરૂમનાં હૅન્ડલ્સ તેમને મળેલી ટ્રોફીથી બનાવ્યાં છે. હાલમાં તેઓ પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. અવૉર્ડ્સને લઈને નસીરુદ્દીન શાહે કહ્યું કે ‘મને આ ટ્રોફીમાં કોઈ વૅલ્યુ નથી દેખાતી. શરૂઆતમાં મને જ્યારે ટ્રોફી મળી ત્યારે હું ખૂબ ખુશ હતો. જોકે બાદમાં તો મારી આસપાસ ટ્રોફીનો ઢગલો થવા માંડ્યો હતો. કોઈને અવૉર્ડ મળે તો એ તેની કાબેલિયતને કારણે મળ્યો હોય એવું જરૂરી નથી. એથી મેં એના પર ધ્યાન આપવાનું છોડી દીધું. ત્યાર બાદ મને જ્યારે પદ્મશ્રી અને પદ્મભૂષણ મળ્યો ત્યારે તો મને મારા સ્વર્ગીય પિતાની યાદ આવી ગઈ હતી. એથી હું જ્યારે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યો ત્યારે મેં ઉપર જોયું અને પિતાને પૂછ્યું કે શું તમે આ બધું જોઈ રહ્યા છો. મને પૂરી ખાતરી છે કે તેઓ ખુશ હશે. તમે અનેક લોકોમાંથી કોઈ એકને પસંદ કરીને જાહેર કરો કે તે બેસ્ટ ઍક્ટર ઑફ ધ યર છે તો એ કેટલું યોગ્ય કહેવાય?
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નસીરુદ્દીન શાહ છેલ્લે વેબ સિરીઝ `તાજ`માં જોવા મળ્યા હતા. આ સિરીઝમાં તેમની સાથે અદિતિ રાવ હૈદરી, આશિમ ગુલાટી, સંધ્યા મૃદુલ, રાહુલ બોઝ જેવા દિગ્ગજ કલાકારો પણ જોવા મળ્યા હતા.