મૉડલિંગની દુનિયામાં પોતાનું સ્થાન બનાવ્યા પછી નર્ગિસે ૨૦૧૧માં ફિલ્મ ‘રૉકસ્ટાર’થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.
નર્ગિસ ફખરી તેના બૉયફ્રેન્ડ ટોની બેગ સાથે
ઍક્ટ્રેસ નર્ગિસ ફખરીએ તેના બૉયફ્રેન્ડ ટોની બેગ સાથે લગ્ન કરી લીધાં હોવાની ચર્ચા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બન્નેએ હાલમાં લૉસ ઍન્જલસમાં લગ્ન કર્યાં છે, જેમાં ફક્ત પરિવાર અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. હવે આ કપલ સ્વિટ્ઝરલૅન્ડમાં પોતાનું હનીમૂન સેલિબ્રેટ કરી રહ્યું છે. જોકે આ વિશે નર્ગિસે કોઈ સ્પષ્ટતા નથી કરી.
ટોની બેગ મૂળ કાશ્મીરનો છે અને હાલ તેની ગણતરી લૉસ ઍન્જલસના જાણીતા બિઝનેસમૅન તરીકે થાય છે. આ બન્ને પહેલી વાર એક પાર્ટી દરમ્યાન મળ્યાં હતાં. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નર્ગિસ અને ટોની ૨૦૨૨થી એકબીજાંને ડેટ કરી રહ્યાં છે અને આખરે તેમણે લગ્ન કરી લીધાં છે.
ADVERTISEMENT
નર્ગિસે હાલમાં તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર સ્વિટ્ઝરલૅન્ડની ઘણી તસવીરો શૅર કરી છે. એટલે જ સોશ્યલ મીડિયા યુઝર્સ એવું તારણ કાઢે છે કે બન્નેએ ખરેખર લગ્ન કરી લીધાં છે અને હવે તેઓ તેમના હનીમૂનનો આનંદ માણી રહ્યાં છે.
સોશ્યલ મીડિયા સાઇટ Reddit પર કોઈ વ્યક્તિએ નર્ગિસ ફખરી અને ટોની બેગની કેટલીક તસવીરો શૅર કરી છે. આ તસવીરમાં વેડિંગ કેક દેખાય છે જેના પર હૅપી મૅરેજ લખેલું છે તેમ જ બન્નેનાં ઇનિશ્યલ પણ લાગેલાં છે.
મૉડલિંગની દુનિયામાં પોતાનું સ્થાન બનાવ્યા પછી નર્ગિસે ૨૦૧૧માં ફિલ્મ ‘રૉકસ્ટાર’થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. નર્ગિસ ફખરીના અંગત જીવનની વાત કરીએ તો ૨૦૧૩ના સમયગાળામાં ઉદય ચોપડા અને નર્ગિસ ફખરીએ ડેટ કરવાનું શરૂ કર્યું હતું. પાંચ વર્ષ સુધી એકબીજાંને ડેટ કર્યા પછી ૨૦૧૭માં બન્નેનું બ્રૅક-અપ થઈ ગયું.

