Narendra Modi Biopic:આ ટીવી એક્ટ્રસ કરશે જશોદાબેનનો રોલ
વિવેક ઓબેરોય નિભાવી રહ્યા છે પીએમ મોદીનો રોલ
હાલમાં બોલીવુડમાં પોલિટિકલ બાયોપિકનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. મનમોહનસિંહની બાયોપિક બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિક ચર્ચામાં છે. પીએમ મોદીની બાયોપિકમાં વિવેક ઓબેરોય તેમનો રોલ કરી રહ્યા છે. ફિલ્મના પહેલા લૂક પર ઘણી જ ચર્ચા થઈ ચૂકી છે. જો કે આ ફિલ્મમાં બીજું એક પાત્ર પણ છે, જેના વિશે જાણવા લોકો રાહ જોઈ રહ્યા છે. હવે આ પાત્ર વિશે પણ ખુલાસો થઈ ચૂક્યો છે. આ ખાસ પાત્ર છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબહેનનું.
ADVERTISEMENT
બરખા બિષ્ટ કરશે જશોદાબેનનો રોલ
કોણ કરી રહ્યું છે જશોદાબેનનો રોલ ?
જશોદાબહેનના પાત્રમાં ટીવી એક્ટ્રેસ બરખા બિષ્ટને કાસ્ટ કરાઈ છે. બરખા બિસ્ટ ટીવી એક્ટ્રેસ છે. ફિલ્મમાં પોતાના રોલ અંગે વાત કરતા બરખાએ કહ્યું,'PM મોદીની બાયોપિક માટે અમે અમદાવાદમાં શૂટિંગ કરીશું. જ્યારે મને આ રોલ માટે કહેવાયું તો હું ખૂબ જ ખુશ થઈ હતી. આ ફિલ્મમાં કામ કરવું ગર્વની વાત છે. હું જશોદાબેન વિશે માહિતી મેળવીને વાંચી રહી છું. મારા માટે આ રોલ ચેલેન્જિંગ છે, કારણ કે જશોદાબેન વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે. આ રોલને પ્રભાવશાળી રીતે કરવા માટે મારે ગુજરાતી શીખવું પડશે. મારા પાત્રમાં તમને ઘણા શેડ્સ જોવા મળશે.'
2 વર્ષથી ચાલી રહ્યું છે કામ
ફિલ્મમાં પીએમ મોદીનો રોલ કરી રહેલા વિવેક ઓબેરોયનું પણ માનવું છે કે આ પાત્ર તેમના જીવનનું સૌથી મહત્વનું પાત્ર છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં પીએમ મોદીનો લૂક મેળવવા માટે વિવેક ઓબરેયો ખાસ્સી મહેનત કરી છે. આ ફિલ્મનું શૂટિંગ ગુજરાત, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કરવામાં આવશે. ફિલ્મનું પોસ્ટર 23 ભાષામાં રિલીઝ કરાયું છે. ફિલ્મની ટીમ છેલ્લા 2 વર્ષથી આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. પીએમ મોદીની બાયોપિકને ઓમંગ કુમાર ડિરેક્ટ કરી રહ્યા છે. તો સંદીપ સિંહ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ PM નરેન્દ્ર મોદીની બાયોપિક પર બનનારી ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં શરૂ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનનારી બાયોપિક ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ ગયું છે. ફિલ્મનું શૂટિંગ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં પણ કરવામાં આવશે. આ ફિલ્મનું શૂટિંગ દિલ્હી, ગુજરાત, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાંખડમાં થશે. વિવકે ઓબેરોયે પોતાના કેરેક્ટરને લઇને તૈયારી શરૂ કરી દીધી છે.