નાના પાટેકરે તેની માફી માગી લીધી છે
નાના પાટેકર
નાના પાટેકર સેલ્ફી લેવા આવનાર એક યુવકને માથા પર થપાટ મારીને ત્યાંથી બહાર કાઢી મૂકે છે એવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતાં સૌકોઈ તેમની નિંદા કરી રહ્યા હતા. એથી નાના પાટેકરે તેની માફી માગી લીધી છે. જોકે બાદમાં જાણ થઈ કે આ તો તેમની આગામી ફિલ્મ ‘જર્ની’ના એક સીનનો જ એક ભાગ છે. હવે એ સીનને વિસ્તારપૂર્વક જણાવતાં નાના પાટેકરે કહ્યું કે ‘એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં હું એક યુવકને મારુ છું. જોકે એ સીક્વન્સ અમારી ફિલ્મનો છે. અમારે એક રિહર્સલ કરવાની હતી. પાછળથી કોઈ આવીને પૂછે છે કે ‘શું તમે મને તમારી આ હૅટ વેચશો?’ મેં હૅટ પહેરી રાખી હતી. તે આવે છે અને હું તેને મારુ છું. હું તેને કહું છું કે બકવાસ બંધ કર. આ કોઈ રીત નથી અને તે ભાગી જાય છે. અમને ડિરેક્ટરે વધુ એક વખત રિહર્સલ કરવા કહ્યું અને તેમણે કહ્યું કે શરૂ કરો નાના. એ દરમ્યાન જ તે યુવક આવે છે. અમને લાગ્યુ કે એ અમારો જ વ્યક્તિ છે. એથી સીન પ્રમાણે હું તેને મારુ છું. તેને કહું છું કે બકવાસ બંધ કર અને અહીંથી જતો રહે. બાદમાં જાણ થઈ કે તે અમારી ટીમનો નહોતો. અમે તેને બોલાવ્યો તો તે ભાગી ગયો હતો. એ વિડિયોને કદાચ તેના ફ્રેન્ડે શૂટ કર્યો હશે. અમે કદીપણ કોઈને ફોટો લેવાની મનાઈ નથી કરી. આ ભુલથી થયુ હતું. અમને જાણ નથી કે તે ક્યાંથી આવ્યો. અમે તેને પોતાનો વ્યક્તિ સમજ્યો હતો. ગેરસમજ થઈ છે એથી હું માફી માગુ છું. આવી રીતે અમે કોઈને મારતા નથી. લોકો અમને પ્રેમ કરે છે અને એથી અમે તેમની સાથે આવુ વર્તન ન કરી શકીએ. તેની માફી માગીએ છીએ.’