આ ફિલ્મમાં રિશી કપૂરનો પણ મહત્ત્વનો રોલ છે. આ ફિલ્મ ૨૦૦૭માં રિલીઝ થઈ હતી અને એ સમયે તેનાં ગીતો બહુ લોકપ્રિય થયાં હતાં.
‘નમસ્તે લંડન’ ફિલ્મનું પોસ્ટર
અક્ષય કુમાર અને કૅટરિના કૈફ અભિનીત રૉમેન્ટિક ડ્રામા ‘નમસ્તે લંડન’ ૧૪ માર્ચે રીરિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. અક્ષય કુમાર અને કૅટરિનાના ફૅન્સ માટે આ અનોખી હોલિ-ગિફ્ટ સાબિત થશે. અક્ષય કુમારે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટના માધ્યમથી તેની આ હિટ ફિલ્મની રીરિલીઝની જાહેરાત કરી છે. અક્ષય કુમારની આ જાહેરાતને પગલે તેના ફૅન્સે આ ફિલ્મ જોવાની ઉત્સુકતા દર્શાવી છે. આ ફિલ્મ ભારતીય સંસ્કૃતિમાં માનતા પતિ અને પશ્ચિમી સંસ્કૃતિથી રંગાયેલું જીવન જીવતી પત્નીની રિલેશનશિપની સ્ટોરી છે. આ ફિલ્મમાં રિશી કપૂરનો પણ મહત્ત્વનો રોલ છે. આ ફિલ્મ ૨૦૦૭માં રિલીઝ થઈ હતી અને એ સમયે તેનાં ગીતો બહુ લોકપ્રિય થયાં હતાં.

