તેણે સૌને સાવધ રહેવાની સલાહ આપી છે
નગમા
નગમાએ વૅક્સિન લીધી હોવા છતાં પણ તે કોરોનાની ચપેટમાં આવી ગઈ છે. એથી તેણે સૌને સાવધ રહેવાની સલાહ આપી છે. એ વિશે ટ્વિટર પર નગમાએ ટ્વીટ કર્યું હતું કે ‘થોડા દિવસો અગાઉ જ મેં વૅક્સિનનો પહેલો ડોઝ લીધો હતો. કોવિડ-19ની ટેસ્ટ કરાવી તો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે. એથી મેં મારી જાતને ઘરમાં ક્વૉરન્ટીન કરી છે. મહેરબાની કરીને કાળજી રાખો અને જરૂરી સાવધાની રાખો. વૅક્સિનનો પહેલો ડોઝ લીધા બાદ પણ બિન્દાસ ન બની જાઓ.’