Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સવારે ૯.૪૨ વાગ્યે, ૮.૮.૮ના અવસરે અનંત પ્રેમની શરૂઆત

સવારે ૯.૪૨ વાગ્યે, ૮.૮.૮ના અવસરે અનંત પ્રેમની શરૂઆત

Published : 09 August, 2024 10:24 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાગાર્જુને દીકરા નાગ ચૈતન્ય અને શોભિતા ધુલિપાલાની સગાઈની જાહેરાત કરી

નાગાર્જુને ગઈ કાલે સોશ્યલ મીડિયા પર આ તસવીરો શેર કરી હતી

નાગાર્જુને ગઈ કાલે સોશ્યલ મીડિયા પર આ તસવીરો શેર કરી હતી


તેલુગુ ઍક્ટર નાગ ચૈતન્ય અને થોડા સમય પહેલાં હિન્દી વેબ-સિરીઝ ‘મેડ ઇન હેવન’ તથા ‘ધ નાઇટ મૅનેજર’માં દેખાયેલી ઍક્ટ્રેસ શોભિતા ધુલિપાલાએ ગઈ કાલે સગાઈ કરી લીધી હતી. નાગ ચૈતન્યના પિતા, ઍક્ટર નાગાર્જુને ગઈ કાલે સોશ્યલ મીડિયા પર આ જાહેરાત કરીને તસવીરો પણ શૅર કરી હતી. સગાઈ નાગાર્જુનના હૈદરાબાદના ઘરે યોજાઈ હતી.


નાગાર્જુને દીકરાની સગાઈના સમાચાર અને તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરીને લખ્યું હતું કે ‘આજે સવારે ૯.૪૨ વાગ્યે અમારા દીકરા નાગ ચૈતન્યની શોભિતા ધુલિપાલા સાથે સગાઈ થઈ છે એની જાહેરાત કરતાં અમને અત્યંત આનંદ થાય છે. અમે તેને અમારા પરિવારમાં આવકારીને ખૂબ ખુશ છીએ. હૅપી કપલને અભિનંદન. તેમને જીવનભરનો પ્રેમ અને ખુશી મળે એવી અભ્યર્થના. ગૉડ બ્લેસ.’ આટલું લખીને નાગાર્જુને છેલ્લે લખ્યું : 8.8.8.  - અનંત પ્રેમની શરૂઆત.



ગઈ કાલે આઠમા મહિનાની ૮ તારીખ હતી અને ૨૦૨૪ના વર્ષના આંકડાનો સરવાળો કરીએ તો ૮ થાય એટલે નાગાર્જુને 8.8.8. લખ્યું હતું. અંગ્રેજીમાં ૮નો આંકડો ઇન્ફિનિટી એટલે કે અનંતતાના ચિહ્‍ન  સાથે મળતો આવે છે. નાગ ચૈતન્ય અગાઉ સમન્થા રુથ પ્રભુ સાથે પરણ્યો હતો. ચારેક વર્ષના લગ્નજીવન પછી તેઓ ઑક્ટોબર ૨૦૨૧માં છૂટાં પડ્યાં હતાં. નાગ ચૈતન્ય અને શોભિતા ધુલિપાલાનું પ્રેમપ્રકરણ છેલ્લા થોડા સમયથી ચર્ચાતું તો હતું, પણ બન્નેએ એ વિશે ક્યારેય ફોડ નહોતો પાડ્યો.


સમન્થાથી પીછો નથી છૂટવાનો નાગ ચૈતન્યનો

નાગ ચૈતન્યની પ્રથમ પત્નીનું નામ સમન્થા રુથ પ્રભુ છે, જ્યારે હવે તેની ભાવિ સાળીનું નામ સમન્થા ધુલિપાલા છે. શોભિતાની નાની બહેન છે સમન્થા.


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2024 10:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK