Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નાગા ચૈતન્યએ ફેન્સને આપી સરપ્રાઈઝ! સોભિતા ધુલિપલા સાથે કરી સગાઈ, કપલની તસવીર આવી સામે

નાગા ચૈતન્યએ ફેન્સને આપી સરપ્રાઈઝ! સોભિતા ધુલિપલા સાથે કરી સગાઈ, કપલની તસવીર આવી સામે

Published : 08 August, 2024 03:00 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Naga Chaitanya-Sobhita Dhulipala Engagement: નાગાર્જુને શૅર કરી નાગા ચૈતન્ય અને સોભિતા ધુલિપલાની સગાઈની તસવીરો

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


કી હાઇલાઇટ્સ

  1. આજે ૮ ઑગસ્ટે નાગા ચૈતન્ય અને સોભિતા ધુલિપલાએ કરી સગાઈ
  2. હૈદ્રાબાદમાં યોજાઈ ટ્રેડિશનલ સેરેમની
  3. થનાર વહુનું સ્વાગત કર્યું સસરા નાગાર્જુને

સાઉથ એક્ટર નાગા ચૈતન્ય (Naga Chaitanya) અને એક્ટ્રેસ સોભિતા ધુલિપલા (Sobhita Dhulipala) વચ્ચે ડેટિંગના સમાચાર છેલ્લા કેટલાક સમયથી સામે આવી રહ્યા હતા. માત્ર સમાચાર જ નહીં પરંતુ તેમના વેકેશનના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયા છે, પરંતુ કપલે તેમના સંબંધો પર મૌન જાળવી રાખ્યું હતું. જોકે, આજે સવારે મીડિયામાં નાગા ચૈતન્ય અને સોભિતા ધુલિપલાની સગાઈ (Naga Chaitanya-Sobhita Dhulipala Engagement)ની તસવીરો સામે આવી છે. આ વાતની પુષ્ટિ નાગાર્જુન (Nagarjuna)એ કરી છે.


અભિનેતા નાગાર્જુન અક્કીનેની (Nagarjuna Akkineni) સોશ્યલ મીડિયા પર તેના પુત્રની સગાઈની તસવીરો શૅર કરીને તેના ચાહકો સાથે આ સારા સમાચાર શેર કર્યા છે. બે તસવીરો શેર કરતા અક્કીનેની નાગાર્જુને કૅપ્શનમાં લખ્યું છે કે, ‘અમે અમારા પુત્ર નાગા ચૈતન્યની સોભિતા ધુલિપલા સાથે સગાઈની જાહેરાત કરતા ખુશ છીએ, જે આજે સવારે 9:42 વાગ્યે થઈ હતી.’




કૅપ્શનમાં આગળમાં અક્કીનેની નાગાર્જુને લખ્યું છે કે, ‘અમારા પરિવારમાં તેનું સ્વાગત કરીને અમે ખૂબ જ ખુશ છીએ. સુખી યુગલને ખૂબ ખૂબ અભિનંદન. 8.8.8 શાશ્વત પ્રેમની શરૂઆત.’


આ તસવીરોમાં કપલ ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહ્યું છે. નાગાર્જુન અક્કીનેની ચૈતન્ય અને સોભિતાને ગળે લગાવીને પોઝ આપે છે. તો બીજી તસવીરમાં સોભિતા નાગા ચૈતન્યના ખભા પર માથું રાખીને પોઝ આપતી જોવા મળે છે. ફોટામાં બન્ને શાનદાર લાગી રહ્યા છે. ફોટોમાં સોભિતા પીચ અને પિંક કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. જ્યારે સફેદ કુર્તા પાયજામામાં ચૈતન્ય ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે.

નાગા ચૈતન્ય અને સોભિતા ધુલિપલાના ડેટિંગના સમાચાર બે વર્ષથી મીડિયામાં ચર્ચાઈ રહ્યાં છે. ગયા વર્ષે જ્યારે અભિનેત્રી નાગાના હૈદરાબાદ (Hyderabad)ના ઘરે ગઈ ત્યારે આ સમાચારને વધુવેગ મળ્યો હતો. એવા સમાચાર હતા કે તે દિવસોમાં શોભિતા તેની ફિલ્મ `મેજર`નું પ્રમોશન કરી રહી હતી અને હૈદરાબાદ પહોંચી ગઈ હતી. જ્યાં તે નાગાના પરિવારના સભ્યોને પણ મળી હતી. આટલું જ નહીં, તેણે નાગા અને તેના મિત્રો સાથે પોતાનો જન્મદિવસ પણ ઉજવ્યો હતો. આ સમય દરમિયાન તેમની મિત્રતા ગાઢ બની અને તેઓ એકબીજાને ડેટ કરવા લાગ્યા.

તમને જણાવી દઈએ કે, નાગા ચૈતન્યના પહેલા લગ્ન દક્ષિણની પ્રખ્યાત અભિનેત્રી સમન્થા રૂથ પ્રભુ (Samantha Ruth Prabhu) સાથે થયા હતા. વર્ષો સુધી ડેટિંગ કર્યા પછી, કપલે ૨૦૧૭માં ગોવા (Goa)માં પરંપરાગત વિધિથી લગ્ન કર્યા, પરંતુ આ લગ્ન ફક્ત ચાર વર્ષ જ ચાલ્યા અને તેઓએ વર્ષ ૨૦૨૧માં છૂટાછેડાની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા.

એ જ રીતે નાગા ચૈતન્ય અને સોભિતા ધુલિપલાની સગાઈના સમાચારથી ફેન્સ ચોંકી પણ ગયા છે અને બહુ ખુશ પણ થયા છે.

Whatsapp-channel Whatsapp-channel

08 August, 2024 03:00 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK