પ્રિયંકાની વેબ-સિરીઝ ‘સિટાડેલ’ના ત્રણ એપિસોડ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થયા છે. દર શુક્રવારે નવા એપિસોડ રિલીઝ કરવામાં આવશે અને ૨૬ મેએ ફાઇનલ એપિસોડ રિલીઝ થશે
મારી વાઇફ બૉસ છે : નિક જોનસ
નિક જોનસે તેની વાઇફ પ્રિયંકા ચોપડા જોનસને બૉસ કહી છે. પ્રિયંકાની વેબ-સિરીઝ ‘સિટાડેલ’ના ત્રણ એપિસોડ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થયા છે. દર શુક્રવારે નવા એપિસોડ રિલીઝ કરવામાં આવશે અને ૨૬ મેએ ફાઇનલ એપિસોડ રિલીઝ થશે. આ સિરીઝ હાલમાં નંબર વન પર પહોંચી ગઈ છે. સાથે જ પ્રિયંકાના પર્ફોર્મન્સની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. એ સિરીઝમાં તેની સાથે રિચર્ડ મૅડન અને સ્ટૅનલી ટુકી પણ લીડ રોલમાં છે. આ સિરીઝનું પોસ્ટર ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને નિકે કૅપ્શન આપી હતી, ‘મારી વાઇફ બૉસ છે. ‘સિટાડેલ’ની આખી ટીમ અને ઍમેઝૉન પ્રાઇમ વિડિયો ફૅમિલીને અભિનંદન.’