Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારા સસરા મિથુનદા પાસે એક સમયે ૬૫ ડૉગ્સ હતા : મદાલસા શર્મા

મારા સસરા મિથુનદા પાસે એક સમયે ૬૫ ડૉગ્સ હતા : મદાલસા શર્મા

02 February, 2023 04:53 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મદાલસાએ ૨૦૧૮માં ​મિથુનના દીકરા મહાક્ષય ચક્રવર્તી સાથે લગ્ન કર્યાં હતાં

મદાલસા શર્મા

મદાલસા શર્મા


‘અનુપમા’માં જોવા મળી રહેલી મદાલસા શર્માનું કહેવું છે કે તેના સસરા મિથુન ચક્રવર્તી પાસે એક સમયે ૬૫ ડૉગ્સ હતા. મદાલસાએ ૨૦૧૮માં ​મિથુનના દીકરા મહાક્ષય ચક્રવર્તી સાથે લગ્ન કર્યાં હતાં. ડૉગી વિશેના પ્રેમ વિશે વાત કરતાં મદાલસાએ કહ્યું કે ‘મિથુનદા અને મારી સાસુ બન્નેને ડૉગ્સ ખૂબ જ પસંદ છે. એક સમયે અમારી પાસે ૬૫ ડૉગ્સ હતા. ઊટીથી લઈને કોઇમ્બતુર સુધી જ્યાં-જ્યાં તેઓ રહ્યા છે ત્યાં-ત્યાં ડૉગી પણ તેમની લાઇફનો પાર્ટ રહ્યા છે. હું પણ મારી લાઇફમાં ડૉગ પ્રેમી રહી છું. હું એવી ફૅમિલીમાં આવી કે જેઓ પણ ડૉગને ખૂબ જ પ્રેમ કરે છે ત્યારે મારી ખુશીનો પાર નહોતો રહ્યો. અમારી પાસે હાલમાં મુંબઈમાં સોળ ડૉગ્સ છે. દરેક ડૉગીના અલગ-અલગ રૂમ છે. તેમ જ એમની કાળજી રાખવા માટે અમે સ્ટાફ પણ રાખ્યો છે. અમે ઇચ્છીએ છીએ કે એમને બાળકની જેમ ઉછેરવામાં આવે. તમારી પાસે જ્યારે આટલા બધા ડૉગ્સ હોય ત્યારે તમારે એમની કાળજી માટે માણસ રાખવો જરૂરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

02 February, 2023 04:53 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK