શિ ખન્નાએ જણાવ્યું કે ‘રુદ્ર - ધ એજ ઑફ ડાર્કનેસ’માં તેના ડૉક્ટર આલિયા ચોકસીના રોલને જોઈને તેનો પરિવાર ચોંકી ગયો હતો
રાશિ ખન્ના
રાશિ ખન્નાએ જણાવ્યું કે ‘રુદ્ર - ધ એજ ઑફ ડાર્કનેસ’માં તેના ડૉક્ટર આલિયા ચોકસીના રોલને જોઈને તેનો પરિવાર ચોંકી ગયો હતો. આ વેબ-સિરીઝમાં તેની સાથે અજય દેવગન, ઈશા દેઓલ, અતુલ કુલકર્ણી, અશ્વિની કળસેકર, તરુણ ગહલોત, આશિષ વિદ્યાર્થી અને સત્યદીપ મિશ્રા પણ જોવા મળી રહ્યાં છે. આ સિરીઝ ૪ માર્ચે ડિઝની+હૉટસ્ટાર પર હિન્દી, મરાઠી, તામિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ અને બંગાળી ભાષામાં રિલીઝ થઈ છે. પોતાના રોલને લઈને રાશિએ કહ્યું કે ‘આલિયાના વિચિત્ર કૅરૅક્ટરને બહાર કાઢવું એ જ મારા માટે અગત્યનું હતું. હું એવા રોલને શોધું છું જે મને મારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢી શકે અને આ પાત્રએ ખરા અર્થમાં એ કરી દેખાડ્યું છે. મેં બેસ્ટ આપ્યું અને મારું સિલેક્શન થયું અને આ રીતે આ પ્રોજેક્ટ મને મળ્યો. આ સિરીઝના દરેક ઍક્ટર સાથે કામ કરવાનો અનુભવ સારો રહ્યો હતો. ખાસ કરીને તો અજય સર અને અતુલ સર સાથે. અજય સર તો પહેલા દિવસથી જ સપોર્ટ કરતા આવ્યા છે. તેઓ સારા ઍક્ટર છે અને હું તેમની પાસેથી ઘણું શીખી છું. અતુલ સર બ્રિલિયન્ટ ઍક્ટર છે. તેમની સાથે કામ કરવું મારા માટે નસીબની વાત છે. મારી ફૅમિલી અને ફ્રેન્ડ્સ મને જોઈને ચોંકી ગયા હતા, પરંતુ સકારાત્મક દૃષ્ટિએ. મેં જે રીતે આ પાત્રને સાકાર કર્યું છે એ વિશે તેમણે કદી નહોતું વિચાર્યું. એથી મને પણ વિચાર આવ્યો કે મેં કદી નહોતું વિચાર્યું કે આ પાત્ર આટલી સારી રીતે ઊભરીને આવશે. તેઓ બધા ખુશ છે અને મારા પર ગર્વ કરી રહ્યા છે.’

