Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘પઠાન’ની મારી બૉડી મારા બાળકોને એકદમ કૂલ લાગી છે : શાહરુખ ખાન

‘પઠાન’ની મારી બૉડી મારા બાળકોને એકદમ કૂલ લાગી છે : શાહરુખ ખાન

Published : 16 February, 2023 04:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે

શાહરુખ ખાનની ફિલ્મ પઠાન

શાહરુખ ખાનની ફિલ્મ પઠાન


શાહરુખ ખાનનું કહેવું છે કે તેનાં બાળકોને ‘પઠાન’માં તેની બૉડી કૂલ લાગી છે. આ ફિલ્મના ગીત ‘ઝૂમે જો પઠાન’માં તે શર્ટલેસ બન્યો છે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે. આ ગીતને બૉસ્કો માર્ટિસે કોરિયોગ્રાફ કર્યું હતું. શાહરુખનાં ત્રણ બાળકો આર્યન ખાન, સુહાના ખાન અને અબરામને તેનો આ લુક ખૂબ ગમ્યો છે. એ બાબતે શાહરુખે કહ્યું કે ‘અમે જ્યારે ‘પઠાન’નું ગીત ‘ઝૂમે જો પઠાન’ કર્યું ત્યારે મને લાગે છે કે મને શર્ટલેસ કરવા માટે ષડયંત્ર ઘડવામાં આવ્યું હતું. કોઈ ખાતરી નહોતી કે હું એ કરી શકીશ, પરંતુ તેમણે મારી પાસે આ કરાવ્યું. મને લાગે છે કે આ બધું પહેલેથી પ્લાન કરવામાં આવ્યું હતું. ધીમે-ધીમે તેમણે મારા શર્ટનાં બટન્સ ખોલવાનું શરૂ કર્યું. મેં કદી પણ ઍબ્સ સાથે મારાં સિગ્નેચર સ્ટેપ્સ નહોતા કર્યાં. એથી હા, મારા ઘણાબધા ટેક્સ થયા હતા. મને એ વાતની ખૂબ ખુશી થાય છે જ્યારે યુવાનો અને મારાં બાળકો મને સ્ક્રીન પર જોઈને કહે છે કે મારી બૉડી ખૂબ કૂલ દેખાય છે. મને ખૂબ આનંદ થાય છે, પરંતુ સાથે જ મને ડર પણ લાગે છે. મને ખાતરી નથી કે હું ફરીથી એ કરી શકીશ કે નહીં.’


481,35
એકવીસ દિવસમાં ‘પઠાન’ના હિન્દી વર્ઝને આટલા કરોડ રૂપિયાનો કર્યો બિઝનેસ તો હિન્દી, તામિલ અને તેલુગુના કલેક્શનને મેળવીને કુલ ૪૯૮.૮૫ કરોડનો બિઝનેસ કર્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

16 February, 2023 04:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK