ગણપતિબાપ્પા સાથેની તસવીરો શૅર કરી તો મુસ્લિમોને વાંધો પડ્યો
સારા અલી ખાને શનિવારે ઇન્સ્ટાગ્રામ પર ગણપતિબાપ્પા સાથેના પોતાના ફોટો શૅર કર્યો
સારા અલી ખાને શનિવારે ઇન્સ્ટાગ્રામ પર ગણપતિબાપ્પા સાથેના પોતાના ફોટો શૅર કરીને બધાને ગણેશ ચતુર્થીની વધાઈ આપી એને પગલે તેનું આવી બન્યું છે અને આવું પહેલી વાર નથી થયું. હિન્દુ તહેવાર ઊજવવા બદલ તેના પર એલફેલ કમેન્ટ્સનો મારો થયો હતો જેને પગલે તેણે ઇન્સ્ટાગ્રામ પર તેનું કમેન્ટ્સ સેક્શન ઑફ કરી દીધું છે.
સારાની બાપ્પા સાથેની તસવીરો જોઈને કોઈકે લખ્યું કે શરમ કર, તૂ મુસ્લિમ હૈ; જ્યારે અન્ય કોઈએ કમેન્ટ કરી કે અમે તેને મુસ્લિમ માનતા જ નથી... ઇનકા બસ નામ મુસ્લિમ હૈ, યે હાફ નેકેડ ઘૂમનેવાલી કહાં સે હમારે પાક મઝહબ કી હો ગયી. સારા અવારનવાર હિન્દુ તીર્થસ્થળો પર જાય છે અને ત્યાંનાં વિડિયો-તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરે છે અને દરેક વખતે તેના પર આવી પ્રતિક્રિયાઓનો મારો થાય છે.