આ લેબલ દ્વારા તેનાં ગીતો જોવા મળશે અને સાથે જ નવી ટૅલન્ટને પણ સાંભળવા મળશે
શેખર રવજિયાણી
મ્યુઝિશ્યન અને સિંગર શેખર રવજિયાણીએ તેનું ઇન્ડી રેકૉર્ડ લેબલ ‘ગરુડ મ્યુઝિક’ લૉન્ચ કર્યું છે. આ લેબલ દ્વારા તેનાં ગીતો જોવા મળશે અને સાથે જ નવી ટૅલન્ટને પણ સાંભળવા મળશે. એ વિશે શેખરે કહ્યું કે ‘હું હંમેશાં ચાહતો હતો કે હું એવાં ગીતો બનાવું જે ખેદરહિત લાગણીને દર્શાવતાં રહે. સાથે જ એ મારી ક્રીએટિવ જર્ની સાથે જોડાઈ જાય. ગરુડ મ્યુઝિક દ્વારા હું કમ્પોઝિંગ, સિન્ગિંગ અને એવા લોકો સાથે કોલૅબરેટ કરું જે મને પ્રેરિત કરે. નવી પેઢીને ગમે એવાં ગીતો બનાવવા પર ધ્યાન આપવામાં આવશે. બદલાતા સમયની સાથે અમારે કલાકારોને નવું સ્વીકારવાની સાથે વિકસિત કરવું જોઈએ. ગરુડ એ મારું પહેલું પગલું છે. મારા શ્રોતાઓ અને દર્શકો સાથે મારું ક્રીએશન્સ શૅર કરવા માટે અતિશય ઉત્સુક છું. આશા છે કે તેઓ મારી આ નવી જર્નીને એન્જૉય કરશે.’

