દિલ કામ કરતું બંધ થઈ જતાં જેનું મૃત્યુ થયું એ સિંગર કેકે અદ્ભુત વ્યક્તિ હતો એમ કહે છે મ્યુઝિક કમ્પોઝર-સિંગર પ્રીતમ ચક્રવર્તી
RIP KK
પ્રીતમ ચક્રવર્તી અને કેકે
‘ફન2શશ’માં કામ કરતાં પહેલાં પણ અમે ઘણાં જિંગલ્સમાં સાથે કામ કર્યું હતું. તે મારો ક્લોઝ ફ્રેન્ડ હતો. હું હંમેશાં તેને કહેતો કે જે દિવસે હું ઇન્ડસ્ટ્રીમાં જઈશ એ દિવસે તે મારા માટે ગીત ગાશે.
તેની સાથેનું ગીત ‘અલવિદા’ મારા માટે ખૂબ સ્પેશ્યલ છે. અમે અમારા શરૂઆતના દિવસોથી આ ગીત જીવતા આવ્યા છીએ. તે મારી પાસે પણ આ ગીત ઘણી વાર ગવડાવતો હતો. ઇન્ડસ્ટ્રીમાં
તેને જે સ્થાન મળવું જોઈતું હતું એ નથી મળ્યું, પરંતુ તે લોકોનાં દિલ જીત્યો છે. તે તેના ફૅન્સ અને તેની ઇન્ડસ્ટ્રીના લોકોનાં દિલ જીત્યો છે. દરેક વ્યક્તિ તેને પ્રેમ કરે છે. એક માણસ પણ એવો નહીં હોય જે એવું કહે કે કેકે સારો માણસ નહોતો. તે અદ્ભુત હતો. દરેક ઇવેન્ટ-ઑર્ગેનાઇઝર કહેશે, ‘કેકે અદ્ભુત માણસ હતો.’
સિન્ગિંગ કરતાં ટ્રાવેલિંગ વધુ પસંદ હતું કેકેને : સ્વર્ગવાસી સિંગર સાથે વારંવાર કામ કરનાર મ્યુઝિક કમ્પોઝર અને સિંગર પ્રીતમે તેમની દોસ્તી અને તેની ટૅલન્ટ વિશે કરી વાતો
ADVERTISEMENT
કોઈ પણ ફિલ્મ માટે ગીત પસંદ કરવામાં આવતાં ત્યારે હું એ ગીતોને તેના માટે વગાડતો અને તેની સાથે એમાં કામ કરવા માટે ચર્ચા કરતો.
હું રૉક બૅકગ્રાઉન્ડમાંથી આવું છું અને તે પણ. તેનામાં એ ક્ષમતા હતી કે તે પાવરને મેઇન્ટેઇન રાખી શકે અને દરેક શબ્દને ચોક્કસ રીતે એક્સપ્રેસ કરી શકે. ગીતમાં ક્લૅરિટી રાખવાની તેની જે ખૂબી હતી એ જ તેની સ્ટ્રેંગ્થ પણ હતી. તે જે પણ શબ્દોને રેન્ડર કરતો એ એકદમ ક્લિયરલી રેન્ડર થતા. તેને એ વાતની હંમેશાં જાણ રહેતી હતી કે કયા ગીત માટે કયાં ઇમોશન્સ જરૂરી છે. એક અદ્ભુત સિંગરની આ જ નિશાની છે. તે એક પ્લેબૅક સિંગર અને રૉકરનું અનોખું કૉમ્બિનેશન હતો.
કેકે એક સુલઝેલો માણસ હતો જેની સાથે તમે તરત જ બૉન્ડ બનાવી દો છો. તે એક જવાબદાર વ્યક્તિ હતો જે તેની ફૅમિલીને ખૂબ જ પ્રેમ કરતો હતો. હું તેમનું દુઃખ સમજી શકું છું. મારા મત મુજબ તે એક આઇડિયલ પિતા અને પતિ હતો. તે સંપૂર્ણ ફૅમિલી મૅન હતો. સિન્ગિંગ કરતાં પણ વધુ તેને ટ્રાવેલિંગ પસંદ હતું. તે સતત હૉલિડે પર જતો અને નવી-નવી જગ્યાએ જોયેલી નવી-નવી વસ્તુ વિશે વાત કરતો હતો. તે મને હંમેશાં કહેતો કે આટલું બધું કામ કરીને તું શું હાંસલ કરી લેવાનો છે? તેની વાઇબ્સ એકદમ અદ્ભુત હતી.
(સોનિયા લુલ્લા સાથે કરેલી વાતચીત)