Mushtaq Khan Kidnapping: અભિનેતાની ફરિયાદ મુજબ, રાહુલ સૈની નામના એક વ્યક્તિએ 15 ઑક્ટોબરના રોજ મુશ્તાક ખાનને મેરઠમાં એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનવાનું આમંત્રણ આપીને સંપર્ક કર્યો હતો અને તેમને અગાઉથી પૈસા પણ ચૂકવ્યા હતા.
મુશ્તાક ખાન (તસવીર: મિડ-ડે)
બૉલિવૂડની ‘વેલકમ’ અને ‘સ્ત્રી 2’ જેવી એનક ફિલ્મોમાં પોતાના કૉમેડી રોલ માટે જાણીતા અભિનેતા (Mushtaq Khan Kidnapping) મુશ્તાક ખાનનું મેરઠમાં એક કાર્યક્રમમાં આમંત્રણ આપવાના બહાને કથિત રીતે અપહરણ કરવામાં આવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોલીસે બુધવારે જણાવ્યું હતું જોકે કીડનેપર્સની કેદમાં એક દિવસ સુધી રહ્યા બાદ અભિનેતા ભાગવામાં સફળ રહ્યા હતા.
બિજનૌરના પોલીસ અધિક્ષક અભિષેક કુમાર ઝાએ જણાવ્યું હતું કે આ ઘટના અંગે અભિનેતાના ઇવેન્ટ મેનેજર શિવમ યાદવે (Mushtaq Khan Kidnapping) મંગળવારે બિજનૌર કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અભિનેતાની ફરિયાદ મુજબ, રાહુલ સૈની નામના એક વ્યક્તિએ 15 ઑક્ટોબરના રોજ મુશ્તાક ખાનને મેરઠમાં એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ બનવાનું આમંત્રણ આપીને સંપર્ક કર્યો હતો અને તેમને અગાઉથી પૈસા પણ ચૂકવ્યા હતા. સૈનીએ ખાનને 20 નવેમ્બરની મુંબઈથી દિલ્હીની ફ્લાઈટ ટિકિટ પણ મોકલી હતી.
ADVERTISEMENT
દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા પછી, ખાનને (Mushtaq Khan Kidnapping) ડ્રાઇવર અને બે મુસાફરો સાથે કારમાં લઈ જવામાં આવ્યા હતા. જોકે, મુસાફરીના અધવચ્ચે, તેમને સ્કોર્પિયો વાહનમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા, જ્યાં બે વધારાના માણસો તેમની સાથે જોડાયા હતા, ખાને ફરિયાદમાં જણાવ્યું હતું. જ્યારે ખાને આ વાતનો વિરોધ કર્યો, ત્યારે તેમને ધમકી આપવામાં આવી અને જાણ કરવામાં આવી કે તેમનું અપહરણ કરવામાં આવ્યું છે.
ફરિયાદ મુજબ, અપહરણ કરનારાઓએ ખાનને બિજનૌરના (Mushtaq Khan Kidnapping) ચાહશેરી વિસ્તારમાં બંધક બનાવી રાખ્યા હતો અને આ દરમિયાન તેમના મોબાઈલમાંથી 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. 21 નવેમ્બરના રોજ, ખાન ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા અને મુંબઈ પરત ફર્યા હતા. અપહરણકર્તાઓએ મેરઠ અને મુઝફ્ફરનગરમાં ઘણી ખરીદી કરી હતી અને ખાનના ફોનનો ઉપયોગ કરીને આશરે રૂ. 2 લાખ જેટલી રોકડ ઉપાડી લીધી હતી, એમ પોલીસે જણાવ્યું હતું. બિજનૌર પોલીસે ભારતીય નયા સંહિતાની કલમ 364A (ખંડણી માટે અપહરણ) હેઠળ અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો છે અને અપહરણકર્તાઓને શોધવા અને તેમાં સામેલ સ્કોર્પિયો વાહનને શોધવા માટે ઘણી ટીમો બનાવી છે. બનાવની સંપૂર્ણ વિગતો ટૂંક સમયમાં બહાર આવશે તેમ પોલીસે ઉમેર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે જ અભિનેતા-કૉમેડિયન સુનીલ પાલે (Mushtaq Khan Kidnapping) આવી જ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે એક શો માટે ઉત્તરાખંડ જતી વખતે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. અગ્નિપરીક્ષા દરમિયાન, અપહરણકર્તાઓએ 20 લાખ રૂપિયાની ખંડણી માગી હતી, પાલે જણાવ્યું હતું કે, 8 લાખ રૂપિયા ચૂકવવાની વ્યવસ્થા કર્યા પછી તેમને છોડવામાં આવ્યો હતો. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે તેને મેરઠમાં એક રસ્તાની બાજુએ ત્યજી દેવામાં આવ્યા હતા, જ્યાંથી તે દિલ્હી એરપોર્ટ પર ગયા અને તે બાદ મુંબઈની ફ્લાઈટ લઈને આવ્યા હતા.