મુંબઈ સાગાને યુનિક સ્ટાઇલથી રજૂ કરવામાં આવી છે: ઇમરાન હાશ્મી
ઇમરાન હાશ્મી
ઇમરાન હાશ્મીનું કહેવું છે કે ‘મુંબઈ સાગા’ને ખૂબ યુનિક સ્ટાઇલની સાથે રજૂ કરવામાં આવી છે. સંજય ગુપ્તાની આ ફિલ્મમાં તેની સાથે જૉન એબ્રાહમ પણ જોવા મળશે. ફિલ્મ વિશે વાત કરતાં ઇમરાને કહ્યું હતું કે ‘મને અત્યાર સુધી જેટલી ફિલ્મ મળી રહી હતી એટલી મેં આજ સુધી કરી હતી એની કૉપી જ હતી. હું ઘણા લાંબા સમય બાદ ગૅન્ગસ્ટર ફિલ્મ કરી રહ્યો છું. ‘મુંબઈ સાગા’ને ખૂબ યુનિક સ્ટાઇલમાં રજૂ કરવામાં આવી છે. મને જ્યારે પોલીસ-ઑફિસરનું પાત્ર ઑફર કરવામાં આવ્યું ત્યારે હું ખૂબ સરપ્રાઇઝ થયો હતો. મને લાગ્યું હતું કે આ સારો પોલીસ-ઑફિસર નહીં હોય. જોકે ત્યારે મને સંજય ગુપ્તાએ કહ્યું હતું કે આ પોલીસ-ઑફિસર પણ ગૅન્ગસ્ટરથી ઓછો નથી અને એથી જ મેં એ ચૅલેન્જ ઉપાડી હતી.’

