કંગના રનોટ વિરુદ્ધ મુંબઈ પોલીસે કોર્ટમાં ફાઇલ કર્યો રિપોર્ટ
કંગના રનોટ
મુંબઈ પોલીસે ગઈ કાલે મૅજિસ્ટ્રેટ કોર્ટમાં કંગના રનોટ અને તેની બહેન રંગોલી ચંદેલ વિરુદ્ધનો રિપોર્ટ ફાઇલ કર્યો હતો. કંગના અને તેની બહેન વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં નફરત ફેલાવવા અને લોકોને ઉશ્કેરવા માટેની ફરિયાદ કરવામાં આવી હતી. વકીલ અલી કાશિફ ખાન દેશમુખ દ્વારા ગયા વર્ષે તેમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી. આથી કોર્ટે અંબોલી પોલીસને આ વિશે ઇન્ક્વાયરી કરવા માટે કહ્યું હતું. તેમણે પાંચ ડિસેમ્બર સુધીમાં રિપોર્ટ આપવાનો હતો, પરંતુ એમાં પોલીસ નિષ્ફળ રહી હતી. કોર્ટ દ્વારા મુદત ફરી વધારવામાં આવી હતી, જેમાં પણ પોલીસ નિષ્ફળ રહી હતી. પાંચ ફેબ્રુઆરીએ કોર્ટ દ્વારા પોલીસને પ્રોગેસ રિપોર્ટ જણાવવા કહ્યું હતું અને ચાર માર્ચ હિયરિંગની તારીખ આપી હતી. પોલીસે ગઈ કાલે તેમનો રિપોર્ટ સબમિટ કરાવ્યો હતો.

