દેશી કપડાંને સપોર્ટ કરવાના રંગોલીના સ્ટેટમેન્ટને કારણે ટ્રોલ થઈ કંગના
કંગના રનોટ
કંગના રનોટને હાલમાં સોશ્યલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. જયપુર જતી વખતે તેણે જે સાડી પહેરી હતી તેને માટે તેને ટ્રોલ કરવામાં આવી હતી. તેણે આ સાડી કલકત્તાથી ૬૦૦ રૂપિયામાં લીધી હતી. તેને ટ્રોલ કરવામાં આવતાં રંગોલીએ ટ્વીટ કર્યું હતું કે ‘કંગનાએ આજે જયપુર જતી વખતે તેણે કલકત્તાથી પોતે ખરીદેલી સાડી પહેરી હતી. ૬૦૦ રૂપિયાના ઓર્ગેનિક કોટનની સાડી મળી રહે એ જાણીને તેને પણ નવાઈ લાગી હતી. આપણા દેશના લોકોને તેમની સખત મહેનત બાદ બનાવેલી સાડી માટે ફક્ત ૬૦૦ રૂપિયા મળે છે એ જાણીને તેને દુખ થયું હતું. ઇન્ટરનૅશનલ બ્રૅન્ડ પહેલાં આપણે દરેકે દેશી બ્રૅન્ડને સપોર્ટ કરવું જોઈએ.’
રંગોલીની આ ટ્વીટને કારણે સોશ્યલ મીડિયા પર યુઝર્સ ભડકી ગયા હતા. એક યુઝરે કહ્યું હતું કે ‘૬૦૦ રૂપિયાની સાડી પહેરી હોય તો પછી પ્રાડાની બૅગ શું કામ ઉપયોગ કરે છે. તે એકદમ ઢોંગી છે.’
ADVERTISEMENT
આ પણ વાંચો : મારી આંખો ઘણું બધું કહી જાય છે : પ્રભાસ
અન્ય એક યુઝરે કંગનાની બહેન રંગોલીને ખોટી કહી હતી. તો એક યુઝરે ટ્વીટ કર્યું હતું કે ‘બેથી ત્રણ લાખની પ્રાડાની બૅગ, ચશ્મા, એકથી બે લાખની હીલ્સ અને તારા પ્રાઇઝલેસ પ્રોપોગૅન્ડા. ઢોંગી હોવાની પણ એક લિમિટ હોય છે.’