આવી ઍડ ન કરવાની સલાહ તેમણે અક્ષયકુમારને આપી હતી.
મુકેશ ખન્ના
અક્ષયકુમાર, શાહરુખ ખાન અને અજય દેવગન પાન-મસાલાની ઍડમાં જોવા મળે છે. તેમના પર મુકેશ ખન્ના વીફર્યા છે અને કહે છે કે તેમને પકડીને મારવા જોઈએ. આવી ઍડ ન કરવાની સલાહ તેમણે અક્ષયકુમારને આપી હતી. એ વિશે મુકેશ ખન્ના કહે છે, ‘જો તમે મને પૂછો તો હું કહીશ કે ઇનકો પકડ કે મારના ચાહિએ. આ વાત તો મેં તેમને કરી હતી. એને લઈને તો મેં અક્ષયકુમારને પણ ઠપકો આપ્યો હતો. તે હેલ્થને લઈને ખૂબ ધ્યાન આપે છે. આવી ઍડ પર કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે. આવું દેખાડીને તમે લોકોને શું શીખવી રહ્યા છો? તેઓ એમ કહે છે કે અમે પાન-મસાલા નહીં, સોપારી વેચીએ છીએ. જોકે તેઓ પણ સારી રીતે જાણે છે કે તેઓ શું કરી રહ્યા છે. મેં તેમને કહ્યું કે શું તમારી પાસે પૈસા નથી? આવી ઍડ ન કરો. મારી લાઇફમાં મેં કદી સિગારેટ કે પાન-મસાલાની ઍડમાં કામ નથી કર્યું. હું તમામ મોટા ઍક્ટર્સને વિનંતી કરું છું કે લોકો તમારાથી પ્રેરિત થાય છે, તમારું અનુકરણ કરે છે એથી મહેરબાની કરીને આવું કામ ન કરો.’

