73 વર્ષની વયે મુકેશ છાબરાની માતાનું નિધન થયું છે. ત્યારે ડિરેક્ટરને મળવા બૉલિવૂડની અનેક મોટી હસ્તીઓ કોકિલાબેન હૉસ્પિટલ પહોંચી છે.
તસવીર સૌજન્ય યોગેન શાહ
જાણીતા કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાની માતા કમલા છાબરાનું આજે નિધન થઈ ગયું છે. તે છેલ્લા બે અઠવાડિયાથી મુંબઈના કોકિલાબેન હૉસ્પિટલમાં દાખલ હતાં અને તેમનાં અંતિમ સંસ્કાર કાલે ઓશિવારામાં કરવામાં આવશે. આ સમાચારથી બૉલિવૂડમાં શોકની લહેર છે. તો સમાચાર સાંભળ્યા બાદ હવે ઈન્ડસ્ટ્રીના અનેક મોટા સિતારા હૉસ્પિટલમાં પહોંચી રહ્યા છે. જેમાં દીપિકા પાદુકોણ, નૂપુર સેનન, ફરાહ ખાન જેવા સેલેબ્સ સામેલ છે.
કોકિલાબેન હૉસ્પિટલ પહોંચ્યા આ સિતારા
માહિતી પ્રમાણે મુકેશ છાબરાની માતાનાં ગુરુવારે મુંબઈના ઓશિવારા શમશાન ઘાટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તો મુકેશના મુશ્કેલ સમયમાં તેમનો સાથ આપવા દીપિકા પાદુકોણ, નૂપુર સેનન, ફરાહ ખાન અને અપારશક્તિ ખુરાના હૉસ્પિટલ પહોંચ્યા. જેમની તસવીરો હવે સોશિયલ મીડિયા પર જોવા મળી છે.
ADVERTISEMENT
ત્રણ દિવસથી કમલા છાબરાની સ્થિતિ ખરાબ
જણાવવાનું કે કમલા છાબરાની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. ત્રણ દિવસથી તે ભાનમાં નહોતા આવ્યાં. તો ડૉક્ટર્સે તેમને હોંશમાં લાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કર્યો હતો. પણ આજે તેમણે 73 વર્ષની વયે જીવ ગુમાવ્યો. આ માહિતી મુકેશ છાબરાએ પોતે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા બધાને શૅર કરી છે. સાથે જ તેમણે જણાવ્યું કે તેમના અંતિમ સંસ્કાર 14 એપ્રિલના રોજ સવારે 10 વાગ્યે મુંબઈના ઓશિવારા શ્મશાન ઘાટમાં કરવામાં આવશે. આ પોસ્ટ શૅર કરતા તેમણે લખ્યું કે "તેમની આત્માને હંમેશાં શાંતિ મળે.." તો માહિતી મળ્યા બાદ બૉલિવૂડની તમામ હસ્તીઓ મુકેશ છાબરાને તેમના મુશ્કેલ સમયમાં સંવેદનાઓ આપી રહ્યા છે.
આ પણ વાંચો : અનુપમ ખેરે લખી સતીશ કૌશિકને નામ બર્થડે પોસ્ટ: શૅર કર્યો મોન્ટેજ વીડિયો
મુકેશ છાબરા ઈન્ડસ્ટ્રીના જાણીતા કાસ્ટિંગ ડિરેક્ટર છે. જે 300થી વધારે ફિલ્મો સાથે વેબસીરિઝ અને એડ્સમાં કાસ્ટિંગ કરી ચૂક્યા છે. જણાવવાનું કે તે સુશાંત સિંહ રાજપૂત, રાજકુમાર રાવ, મૃણાલ ઠાકુર, સાન્યા મલ્હોત્રા, પ્રતીક ગાંધી અને ફાતિમ સના શેખ જેવા કલાકારોને ઈન્ડસ્ટ્રીમાં ઈન્ટ્રોડ્યૂસ પણ કરી ચૂક્યા છે.