એક સમય એવો હતો કે સાઉથના ઍક્ટર્સને ડિઝાઇનર ક્લોથ્સ પણ નહોતા મળતા.
સમન્થા રૂથ પ્રભુ,
સમન્થા રૂથ પ્રભુએ કહ્યું કે એક સમય હતો જ્યારે તે ડિઝાઇનર પાસે જતી તો તેની ઓળખ પૂછવામાં આવતી હતી. કરીઅરની શરૂઆતમાં તેને ખૂબ જ ડિસરિસ્પેક્ટ કરવામાં આવતી હતી. તેણે તામિલ, તેલુગુ, કન્નડ અને હવે હિન્દી સિનેમામાં પણ કામ કરવાનું શરૂ કર્યું છે. આ વિશે વાત કરતાં સમન્થાએ કહ્યું કે ‘આ ખૂબ જ સારો સમય છે. એક સમય એવો હતો કે સાઉથના ઍક્ટર્સને ડિઝાઇનર ક્લોથ્સ પણ નહોતા મળતા. ડિઝાઇનર અમને પૂછતા કે તમે કોણ છો? સાઉથના ઍક્ટર? સાઉથ શું? વગેરે જેવા સવાલો પૂછવામાં આવતા.’
એક ડ્રેસ નહોતો મળતો એ સમય પણ તેણે જોયો છે અને આજે તેની ‘શાકુંતલમ્’માં ત્રણ હજારથી વધુ કૉસ્ચ્યુમનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ વિશે ડિઝાઇનર નીતા લુલ્લાએ કહ્યું કે ‘અમે ખૂબ જ ખરાબ સમય જોઈને આવ્યાં છીએ. અમારો દરેક જગ્યાએ સમાવેશ કરવામાં આવે છે. અમારે જ્યાં હોવું જોઈએ ત્યાં અમે હવે પહોંચી ગયાં છીએ.’