ઍલિસિયા કૌરે સિદ્ધાર્થ સાથેની નિકટતાનો વિડિયો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કિયારાની માફી માગી લીધી હતી.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને મૉડલ ઍલિસિયા કૌર તેમ જ કિયારા અડવાણી
સિદ્ધાર્થ મલ્હોત્રા અને મૉડલ ઍલિસિયા કૌરે નવી દિલ્હીમાં આયોજિત ફૅશનની ઇવેન્ટમાં રૅમ્પ-વૉક કર્યું હતું. એ દરમ્યાન મૉડલ અને સિદ્ધાર્થે સ્ટેજ પર ઉત્કટ પોઝ આપ્યા હતા. આ ઇવેન્ટ દરમ્યાન ઍલિસિયા સિદ્ધાર્થની એકદમ નિકટ આવતી જોવા મળી હતી. આ રૅમ્પ-વૉકનો વિડિયો અને ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. એના પર સૌનું ધ્યાન ગયું હતું અને સૌકોઈ સિદ્ધાર્થને તેની વાઇફ કિયારા અડવાણીની યાદ અપાવે છે. લોકો મજાકમાં કમેન્ટ કરે છે, ‘સિદ્ધાર્થભાઈ, આપકો ઘર ભી જાના હૈ તો થોડા સંભલ કે...’ તો અન્યએ કમેન્ટ કરી હતી, ‘કિયારા ઘરે સ્ટિક લઈને તારી રાહ જોઈ રહી છે.’
ઍલિસિયા કૌર મૂળ ઑસ્ટ્રેલિયાની છે. તે ૨૩ વર્ષની ઉંમરે ભારતમાં મૉડલિંગ માટે આવી હતી. એ પહેલાં તેણે અનેક દેશોની મુલાકાત લીધી હતી. તેને હવે ભારતમાં મન લાગી ગયું છે.
આ બધાની વચ્ચે ગઈ કાલે ઍલિસિયા કૌરે સિદ્ધાર્થ સાથેની નિકટતાનો વિડિયો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને કિયારાની માફી માગી લીધી હતી.