વડા પ્રધાન મેસેજનો રિપ્લાય આપવામાં કેટલો સમય લે છે એ વિશે મિથુને કહ્યું…
મિથુન ચક્રવર્તી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી
મિથુન ચક્રવર્તી વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કામ કરવાની ઢબ પર મોહિત થઈ ગયા છે. મિથુન ચક્રવર્તી પશ્ચિમ બંગાળમાં બીજેપીના નેતા છે. મેસેજનો તરત જવાબ આપવાની નરેન્દ્ર મોદીની વિશેષતા વિશે મિથુન ચક્રવર્તી કહે છે, ‘તેઓ અતિશય બિઝી હોય છે એથી તેઓ મેસેજનો જવાબ બે-ત્રણ દિવસ પછી આપશે એવી અપેક્ષા હોય છે, પણ મને તેમના તરફથી ૧૦થી ૧૫ મિનિટમાં જ રિપ્લાય મળ્યો હતો. એક વખત તો મેં વૉચમાં સમય નોંધી રાખ્યો તો તેમણે મારા મેસેજનો જવાબ ૨૩ મિનિટમાં આપ્યો હતો. બીજું એક ઉદાહરણ તમને આપું. એક વખત તેઓ જર્મની હતા. તેઓ અલગ ટાઇમ-ઝોનમાં હોવા છતાં તેમણે તરત જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે આપણે આવતી કાલે ચર્ચા કરીશું. મોદી કદી કોઈ મુદ્દાને ટાળતા નથી. વડા પ્રધાન મોદી હંમેશાં આમંત્રણ આપે છે. તેઓ કહે છે કે ચાલો એના પર ચર્ચા કરીએ.’