Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મિલિંદ સોમણની મમ્મીએ 83 વર્ષની ઉંમરે ફરી ચલાવી સાઇકલ, દીકરાએ શૅર કર્યો Video

મિલિંદ સોમણની મમ્મીએ 83 વર્ષની ઉંમરે ફરી ચલાવી સાઇકલ, દીકરાએ શૅર કર્યો Video

Published : 30 March, 2022 04:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

અભિનેતા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. આ દરમિયાન તેમણે માની સાથે એક સુંદર વીડિયો શૅર કર્યો છે.

મિલિંદ સોમણ

મિલિંદ સોમણ


બૉલિવૂડ એક્ટર અને મૉડલ મિલિંદ સોમણ (Milind Soman) પોતાની ફિટનેસ (fitness) અને એક્શન (Action) માટે જાણીતા છે. તે ફિલ્મોની સાથે-સાથે મૉડલિંગ દ્વારા પણ દર્શકો વચ્ચે ઘણીવાર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ તેમણે એક ખાસ વીડિયો શૅર કર્યો છે, જેમાં તેની મા 83 વર્ષની ઉંમરમાં સાઇકલ ચલાવતી જોવા મળી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે, જેને જોઈને ચાહકો પણ રિએક્શન આપી રહ્યા છે.


મિલિંદ સોમણ (Milind Soman)નું ઇન્સ્ટાગ્રામ મોટાભાગે ફિટનેસ અને યોગના પોસ્ટથી જ ભરાયેલું રહે છે. અભિનેતા સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. આ દરમિયાન તેમણે માની સાથે એક સુંદર વીડિયો શૅર કર્યો છે. જણાવવાનું કે મિલિંદ સોમણ (Milind Soman)ની મા ઉષા સોમણે 25 વર્ષ પછી ફરીથી સાઇકલ ચલાવી છે. આમાં  જોઈ શકાય છે કે સોમણ પોતાની માને સમુદ્ર તટ પર સાઇકલ શીખવા માટે માર્ગદર્શન કરતા જોવા મળે છે. તે પોતાની માને સાઇકલ ચલાવવામાં મદદ કરી રહ્યા છે. સાઇકલ પર તેનાં મમ્મી બેઠેલાં છે, જેની સાથે મિલિંદ પણ ચાલી રહ્યા છે.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Milind Usha Soman (@milindrunning)


વીડિયો શૅર કરતા મિલિંદ સોમણે કૅપ્શનમાં જીવનનો સબક શીખવ્યો છે અને પોતાની માની ઉંમરને ઘટાડવાના વલણના વખાણ કર્યા છે. તેમણે પોસ્ટ શૅર કરતા લખ્યું, "મમ્મી લગભગ 25 વર્ષ પછી કરી રહી છે સાઇકલિંગ! તમે જેને પ્રેમ કરો છે તેને કરતા રહો, પણ નિયમિત રીતે અભ્યાસ કરવો 83 વર્ષ સુધી ખોટું નથી."


આ પોસ્ટ અપલોડ થતા જ ચાહકોનો ખૂબ જ પ્રેમ મળી રહ્યો છે. બધા તેમના વખાણ કરી રહ્યા છે. તો અનેકોએ આ વીડિયો શૅર કરતાં હાર્ટ ઇમોજી પણ બનાવ્યા છે. આની સાથે જ એક નેટિઝને કમેન્ટમાં લખ્યું, "આજે સમુદ્ર તટ પર તમને બધાને મળીને ખૂબ જ સારું લાગ્યું. આ ઉંમરમાં સાઇકલ પર બેસનારા તમારા મમ્મી અમારા બધા માટે પ્રેરણા છે." તો અંકિતા કોંવરે પણ કૉમેન્ટમાં લખ્યું, "My Cuies".

Whatsapp-channel Whatsapp-channel

30 March, 2022 04:35 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK