આઠ મહિનાથી બેરોજગાર છે મિકા સિંહ
મિકા સિંહ
મિકા સિંહે જણાવ્યું છે કે તેને આઠ મહિનાથી કામ નથી મળ્યું. તેણે ‘સયોની’માં ‘એક પપ્પી’ ગીત ગાયું છે. આ ફિલ્મ 18 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં તન્મય સિંહ, મુસ્કાન સેઠી, રાહુલ રૉય, યોગરાજ સિંહ અને ઉપાસના સિંહ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મને લઈને મિકા સિંહે કહ્યું હતું કે ‘હું 18 ડિસેમ્બરે આ ફિલ્મ જોવા માટે ખૂબ જ ઉત્સાહિત અને આતુર છું. લૉકડાઉનના આ મહિનાઓ દરમ્યાન લોકોની સાથે હું પણ ઘરે બેસીને કંટાળી ગયો છું. આઠ મહિનાઓથી મારી પાસે કામ નથી. મને ખાતરી છે કે મારા જેવા અનેક લોકો હશે. લોકોએ થિયેટર્સમાં ઘણા સમયથી ફિલ્મો નથી જોઈ. એથી આ યોગ્ય સમય છે કે 18 ડિસેમ્બરે લોકો થિયેટર્સમાં જઈને ફિલ્મ જુએ.’

