આલિયાએ આ ઇવેન્ટમાં પહેલી વાર હાજરી આપી હતી.
આલિયા ભટ્ટ
અમેરિકન મીડિયા દ્વારા હાલમાં ખૂબ જ મોટું બ્લન્ડર કરવામાં આવ્યું છે. આલિયા ભટ્ટે હાલમાં જ ન્યુ યૉર્કમાં યોજાયેલી મેટ ગાલા ઇવેન્ટમાં હાજરી આપી હતી. આ ઇવેન્ટમાં આલિયાને અમેરિકન મીડિયા દ્વારા ઐશ્વર્યા કહીને બોલાવવામાં આવી રહી હતી. આલિયાએ આ ઇવેન્ટમાં પહેલી વાર હાજરી આપી હતી. જોકે આ ઇવેન્ટમાં હાજરી આપવા માટે ઐશ્વર્યા રાય બચ્ચન પણ ખૂબ જ જાણીતી છે. આથી અમેરિકન મીડિયા આલિયાને ઐશ્વર્યા કહીને બોલાવી રહ્યું હતું. જોકે આ વાતને આલિયાએ ઇશ્યુ નહોતો બનાવ્યો અને તેણે આ સિચુએશનને ખૂબ જ સારી રીતે હૅન્ડલ કરી હતી. તેને વારંવાર ઐશ્વર્યા કહેવામાં આવી રહી હોવા છતાં તેણે ચહેરા પર સ્માઇલ સાથે ફોટોગ્રાફરને પોઝ આપ્યો હતો.