Merry Christmas Trailer Out Now: મેરી ક્રિસમસનું મોસ્ટ અવેઇટેડ ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં મોટા પડદા પર પહેલીવાર વિજય સેતુપતિ અને કૅટરીના કૈફની જોડી લોકોને સાથે જોવા મળશે.
મેરી ક્રિસમસનું ટ્રેલર રિલીઝ
કી હાઇલાઇટ્સ
- કૅટરીના કૈફ અને વિજય સેતુપતિ સ્ટારર મેરી ક્રિસમસનું ટ્રેલર લૉન્ચ
- પહેલી વાર મોટા પડદા પર સાથે દેખાશે કૅટરીના કૈફ અને વિજય સેતુપતિ
- ડાર્ક રોમેન્ટિક ક્રાઈમ થ્રિલરનું ટ્રેલર થયું લૉન્ચ
Merry Christmas Trailer Out Now: મેરી ક્રિસમસનું મોસ્ટ અવેઇટેડ ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. ચાહકો આ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મમાં મોટા પડદા પર પહેલીવાર વિજય સેતુપતિ અને કૅટરીના કૈફની જોડી લોકોને સાથે જોવા મળશે.
Merry Christmas Trailer Out Now: હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આગામી લોકપ્રિય ફિલ્મોમાંની એક મેરી ક્રિસમસની એક રસપ્રદ સ્ટોરીની ચર્ચા ઘણા સમયથી થઈ રહી છે. આ ફિલ્મ ક્રાઈમ રોમાંસનું મજેદાર ફ્યુઝન હશે, જેમાં ઈન્ડસ્ટ્રીની લીડિંગ લેડી કૅટરીના કૈફ મુખ્ય ભૂમિકા ભજવતી જોવા મળશે.
ADVERTISEMENT
Merry Christmas Trailer Out Now: જણાવવાનું કે, આ ફિલ્મ બીજું કોઈ નહીં પણ કૅટરીના કૈફ અને વિજય સેતુપતિની મોસ્ટ અવેટેડ રિલીઝ `મેરી ક્રિસમસ` છે, જેનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. શ્રીરામ રાઘવન દ્વારા દિગ્દર્શિત અને ટિપ્સ ફિલ્મ્સના રમેશ તૌરાની અને જયા તૌરાની, સંજય રાઉત્રે અને કેવલ ગર્ગ દ્વારા નિર્મિત, આ ફિલ્મ 12 જાન્યુઆરી, 2024ના રોજ રિલીઝ થશે.
Merry Christmas Trailer Out Now: ફિલ્મના ટ્રેલરમાં રાઘવનની રોમેન્ટિક સિગ્નેચર સ્પિન જોઈ શકાય છે. આ ફિલ્મ દ્વારા સસ્પેન્સ, સિડક્શન અને સરપ્રાઈઝ ચાહકો માટે રાહ જોઈ રહ્યા છે. જ્યાં એક સાદી મીટિંગ બે અજાણ્યા લોકો વચ્ચેના અટ્રેક્શનમાં ફેરવાઈ જાય છે, જેના વધુને વધુ ખતરનાક પરિણામો આવે છે. દ્વિભાષી ફિલ્મની ટ્રીટમેન્ટ નિયો-નોઇર શૈલી પર આધારિત છે, જેને પહેલા મોટા પડદા પર બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી.
Merry Christmas Trailer Out Now: કૅટરીના કૈફ અને વિજય સેતુપતિ આ ડાર્ક રોમેન્ટિક ક્રાઈમ થ્રિલરમાં પહેલીવાર સાથે સ્ક્રીન શૅર કરશે. કૅટરીના અને વિજયના ચાહકો ફિલ્મની વાર્તાનો અનુભવ કરવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કૅટરિના કૈફનું કહેવું છે કે તે હંમેશાં પોતાની જાતને ક્રૉસ ચેક કરતી રહે છે. કૅટરિનાને ઇન્ડસ્ટ્રીમાં હંમેશાં હાર્ડવર્કિંગ કહેવામાં આવે છે. તે તેના કામ માટે સતત મહેનત કરે છે. તેણે ૨૦૦૩માં ‘બૂમ’ દ્વારા કરીઅરની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ૨૦૦૫માં તેણે ‘સરકાર’માં કામ કર્યું હતું. તેની કરીઅરને બે દાયકા થવા આવ્યા છે. આ વિશે વાત કરતાં કૅટરિનાએ કહ્યું કે ‘હું મારા કામને એ રીતે જોઉં છું કે મારે હંમેશાં મારું બેસ્ટ આપવાનું છે. મને હંમેશાં એવું લાગે છે કે હું મારું બેસ્ટ નથી આપી રહી. હું મારું બેસ્ટ આપી શકું એ માટે હું પોતાને ચેક અને ક્રૉસ ચેક કરતી રહું છું. હું ગઈ કાલે જે હતી એના કરતાં આવતી કાલે વધુ સારી બનવાની કોશિશ કરું છું. મારી આસપાસના લોકો શું કરે છે એના પર હું વધુ ધ્યાન નથી આપતી. જોકે એના પર ધ્યાન આપવું પણ જોઈએ. એ જરૂરી પણ છે, કારણ કે હેલ્ધી કૉમ્પિટિશન પણ હોવી જોઈએ. જોકે હું પોતાને વધુ સારી બનાવવા પર વધુ મહેનત કરું છું. જો હું પોતાને વધુ સારી બનાવી રહી હોઉં અને એક આર્ટિસ્ટ તરીકે વધુ સારી બની રહી હોઉં તો હું યોગ્ય રસ્તા પર છું. હું હંમેશાં કહું છું કે જો તમારી પાસે લોકોને આપવા માટે કંઈ નહીં હોય તો તમે એક ઍક્ટર તરીકે ત્યાં અટકી જાઓ છો.’

