બિગ-બીને હિન્દી સિનેમામાં પૂર્ણ કર્યા 52 વર્ષ, ફૅન્સે શૅર કરી તસવીરો
અમિતાભ બચ્ચન
હિન્દી સિનેમાના મહાનાયક અમિતાભ બચ્ચને ઈન્ડસ્ટ્રી અને દર્શકોના દિલમાં પોતાની અલગ છાપ છોડવામાં કોઈ કસર છોડી નથી. પોતાની સખત મહેનતના લીધે તેમણે ન ફક્ત એક અલગ સ્થાન પ્રાપ્ત કર્યું પરંતુ દાદાસાહેબ ફાળકે અવૉર્ડ પણ પ્રાપ્ત કર્યો. તેમણે પોતાના કરિયરમાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે. તેમ જ વયના આ તબક્કામાં પણ એક્ટિંગમાં સતત સક્રિય રહે છે અને આવનારી પેઢીઓ માટે એક ઉદાહરણ છે. તાજેતરમાં અમિતાભ બચ્ચને ઈન્ડસ્ટ્રીમાં 52 વર્ષ પૂર્ણ કર્યા છે. બિગ-બીએ પોતાના જૂના દિવસોને યાદ કરતા પોતાની ઘણી થ્રૉ-બેક તસવીરો સોશિયલ મીડિયા પર ફૅન્સ સાથે શૅર કરી છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે આજના જ દિવસે તેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. બિગ-બીના ફૅન્સ સોશિયલ મીડિયા પર તેમને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
aaj hi ke din film industry mein pravesh kiya tha .. Feb 15, 1969 .. 52 years !! aabhaar https://t.co/bEIWYWCmBc
— Amitabh Bachchan (@SrBachchan) February 15, 2021
ADVERTISEMENT
@SrBachchan
— EF❤️Ashok Mistry™️ (@ashokmistry4545) February 15, 2021
ONE MAN INDUSTRY!! pic.twitter.com/VRGEBhELZ6
amazing Coky thank you .. ❤️❤️ https://t.co/7I98q3XeXO
— Amitabh Bachchan (@SrBachchan) February 15, 2021
અમિતાભ બચ્ચને બૉલીવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાના 52 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ખાસ પ્રસંગે તેમના ફૅન્સ સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે, એવામાં ફૅન્સ તેમની નવી અને જૂની તસવીરોનો કોલાજ બનાવીને શૅર કરતા નજર આવી રહ્યા છે, તેમ જ બિગ-બી પણ ફૅન્સના પોસ્ટને રી-ટ્વિટ કરીને તેમનો હૃદયપૂર્વક આભાર માની રહ્યા છે. અમિતાભ બચ્ચને પણ ફૅનના ટ્વિટને રી-ટ્વિટ કરીને લખ્યું છે- આજના જ દિવસે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો હતો. ફેબ્રુઆરી 15, 1969, 52 વર્ષ આભાર.... તેમ જ કેટલાક લોકોએ તેમની ત્યારની અને અત્યારની તસવીરો પણ શૅર કરી છે. અમિતાભ બચ્ચનના આ ટ્વિટ ચર્ચામાં રહ્યા છે.
@SrBachchan
— ZAFAR #ABEFTEAM?BIG B KA SAB SE BEHATAR GROUP? (@zafarkeymaker) February 13, 2021
Then
Now pic.twitter.com/VDGWanqQCJ
52 years of Amitabh Bachchan @SrBachchan
— Moses Sapir (@MosesSapir) February 14, 2021
Love you pic.twitter.com/H7qLqltWQT
તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચને મૃણાલ સેનની ફિલ્મ ભુવન શોમમાં એક વૉયસ નેરેટર તરીકે ડેબ્યૂ કર્યું હતું. તેમની આ ફિલ્મને નેશનલ અવૉર્ડ પણ મળ્યો હતો. આ સાથે જ તેમને એક નહીં પરંતુ ઘણી ફિલ્મો 'સાત હિન્દુસ્તાની', 'આનંદ', 'પરવાના', 'રેશમા અને શૅરા' અને 'બૉમ્બે ટૂ ગોવા' જેવી ફિલ્મોમા સારી એક્ટિંગ કરીને પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

