આઇકૉન્ઝના સહ-સંસ્થાપક તરીકે અમે આ નવા ચૅપ્ટરની શરૂઆત કરીને ભારતના મોટા IP જેવા કે ‘અમર ચિત્ર કથા’, ટિન્કલ’ અને ‘સુરેશ પ્રોડક્શન્સ’ સાથે પાર્ટનરશિપ કરીને મેટાવર્સમાં પ્રવેશ કરવા બદલ ખુશ છીએ.’
માર્ક ઝકરબર્ગ, બિલ ગેટ્સ અને જેફ બેઝોસે કર્યું રાણા દગુબટ્ટીની કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ
રાણા દગુબટ્ટીની કંપની આઇકૉન્ઝમાં ફેસબુકના માર્ક ઝકરબર્ગ, માઇક્રોસૉફ્ટના બિલ ગેટ્સ અને ઍમેઝૉનના જેફ બેઝોસે ફન્ડિંગ કર્યું છે. આઇકૉન્ઝ દ્વારા ડિજિટલ ઍસેટ્સને જાળવી રાખવા માટે અને વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. ૨૦૨૧ના ઑગસ્ટમાં એની સ્થાપના થઈ હતી અને સાથે જ અન્ય IPના માલિકો, કલાકારો અને અન્ય ઍસેટ્સને એમાં મૅનેજ કરવામાં આવશે. એને લઈને રાણા દગુબટ્ટીએ કહ્યું કે ‘મને એક IP માલિક હોવાથી બ્લૉકચેઇનના વિશ્વમાં અદ્ભુત શક્યતા સાથે જ કેટલાક પડકારોને ઓળખીને વધુ સારી રીતે એના પર ધ્યાન કેન્દ્રિત કરવાની તક મળી છે. વર્લ્ડ ક્લાસની બ્લૉકચેઇનની કંપનીનો સમૂહ એ એક સારો પર્યાય છે અને અન્ય IP માલિકો પોતાની ઍસેટ્સને વૈશ્વિક સ્તરે NFT, અવતાર્સ અથવા સામાન્ય અધિકારોના માધ્યમથી એને મૅનેજ અને મૉનેટાઇઝ કરી શકે છે. આઇકૉન્ઝના સહ-સંસ્થાપક તરીકે અમે આ નવા ચૅપ્ટરની શરૂઆત કરીને ભારતના મોટા IP જેવા કે ‘અમર ચિત્ર કથા’, ટિન્કલ’ અને ‘સુરેશ પ્રોડક્શન્સ’ સાથે પાર્ટનરશિપ કરીને મેટાવર્સમાં પ્રવેશ કરવા બદલ ખુશ છીએ.’