યશરાજ ફિલ્મ્સે ગઈ કાલે રાની મુખરજીને ચમકાવતી ‘મર્દાની’ સિરીઝના ત્રીજા ભાગની જાહેરાત કરી હતી
રાની મુખરજી પોલીસ-ઑફિસર શિવાની શિવાજી રૉયની ભૂમિકામાં
યશરાજ ફિલ્મ્સે ગઈ કાલે રાની મુખરજીને ચમકાવતી ‘મર્દાની’ સિરીઝના ત્રીજા ભાગની જાહેરાત કરી હતી. ‘મર્દાની 3’માં રાની ફરી એક વાર ડેરડેવિલ પોલીસ-ઑફિસર શિવાની શિવાજી રૉયની ભૂમિકા ભજવતી જોવા મળશે. ‘મર્દાની 3’નું શૂટિંગ આવતા વર્ષે એપ્રિલમાં શરૂ થશે. ‘મર્દાની’ સિરીઝની પહેલી બન્ને ફિલ્મ પાંચ-પાંચ વર્ષના અંતરે, અનુક્રમે ૨૦૧૪ અને ૨૦૧૯માં આવી હતી. ‘મર્દાની 3’નું ડિરેક્શન અભિરાજ મીનાવાલા કરશે જે અત્યારે ફિલ્માવવામાં આવી રહેલી ‘વૉર 2’માં અસોસિએટ ડિરેક્ટર છે.