મરાઠી અને બૉલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પૉપ્યુલર એક્ટર રમેશ દેવ (Ramesh Deo)નું હાર્ટ અર્ટેકને કારણે નિધન થઈ ગયું છે. તેઓ 93 વર્ષના હતા. ચાર દિવસ પહેલા જ તેમણે 93મો જન્મદિવસ ઉજવ્યો હતો.
બૉલિવૂડ અને મરાઠી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા રમેશ દેવનું નિધન
મરાઠી અને બૉલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પૉપ્યુલર એક્ટર રમેશ દેવનું હાર્ટઅટેકને કારણે નિધન થઈ ગયું છે. તેઓ 93 વર્ષના હતા. ચાર દિવસ પહેલા જ તેમણે 93મો જન્મદિવસ ઉજવ્યો હતો. રમેશ દેવે મુંબઈના ધીરૂભાઈ અંબાણી હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. રમેશ દેવે અનેક મરાઠી અને હિન્દી ભાષી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમનાં પત્ની સીમા દેવ પણ એક્ટ્રેસ રહી ચૂક્યાં છે અને તેમની સાથે બધી ફિલ્મો હિટ રહી છે.
રમેશ દેવનો જન્મ કોલ્હાપુર, મહારાષ્ટ્રમાં 30 જાન્યુઆરીના થયો હતો. તેમની પહેલી હિન્દી ફિલ્મ રાજશ્રી પ્રૉડક્શન્સની `આરતી` હતી. પોતાના લાંબા કરિઅરમાં તેમણે અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, શત્રુઘ્ન સિન્હા જેવા સિતારા સાથે કામ કર્યું.
ADVERTISEMENT
રમેશ દેવ અને સીમા દેવે અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ બન્નેની અનેક ફિલ્મોના ઘણાં વખાણ થયા છે. 1962માં, તેમણે ફિલ્મ `વરદક્ષિણા`માં સાથે કામ કર્યું. આ ફિલ્મ દરમિયાન બન્નેને એક-બીજા સાથે પ્રેમ થઈ ગયો. પછીથી તેમણે મોડું કર્યા વગર તે વર્ષે જ લગ્ન કરી લીધા. 2013માં આ કપલે લગ્નના 50 વર્ષ પૂરા કર્યા.
આ વર્ષે રમેશ દેવ અને સીમા દેવની 60મી લગ્નની વર્ષગાંઠ છે. રમેશ દેવ અંત સુધી પોતાની પત્ની માટે નવા-નવા ઉપહાર લેતા રહ્યા. રમેશ દેવ અત્યાર સુધી 280થી વધારે ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેમણે ફિલ્મ ઉદ્યોગમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે.
રમેશે પોતાના કરિઅરમાં અનેક શાનદાર ફિલ્મો કરી છે, જેમાં આઝાદ દેશના ગુલામ, ઘરાના, સોને પે સુહાગા, ગોરા, મિસ્ટર ઇન્ડિયા, કુદરત કા કાનૂન, દિલજલા, શેર શિવાજી, પ્યાર કિયા હૈ પ્યાર કરેંગે, ઇલઝામ, પત્થર દિલ, હમ નૌજવાન, કર્મયુદ્ધ, ગૃહસ્થી, મેં આવાર હૂં, તકદીર, શ્રીમાન શ્રીમતી, દૌલત, અશાન્તિ, હથકડી, ખુદ્દાર, દહશત, બૉમ્બે એટ નાઈટ, હીરાલાલ પન્નાલાલ, યહી હૈ ઝિન્દગી, ફકીરા, આખિરી દાંવ, સુનહરા સંસાર, ઝમીર, એક મહલ હો સપનોં કા, સલાખે, 16 ઘંટે, પ્રેમ નગર, ગીતા મેરા નામ, કોરા કાગઝ, કસૌટી, જૈસે કો તૈસા, ઝમીન આસમાન, જોરૂ કા ગુલામ, બંસી બિરજૂ, યહ ગુલિસ્તાઁ હમારા, હલચલ, મેરે અપને, સંજોગ, બનફૂલ, આનન્દ, દર્પણ, ખિલૌના, જીવન મૃત્યુ, શિકાર, સરસ્વતીચન્દ્ર, મેહરબાં વગેરે સામેલ છે.