આયુષ્માન અને અનુભવની જોડી લઈને આવી અનેક
આયુષ્માન અને અનુભવની જોડી લઈને આવી અનેક
આયુષ્માન ખુરાના અને અનુભવ સિંહાની જોડી ફરી એક વાર સાથે આવી છે. તેમણે ‘આર્ટિકલ 15’માં સાથે કામ કર્યું હતું અને હવે તેઓ ‘અનેક’માં ફરી સાથે જોવા મળશે. આયુષ્માને ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કરીને આ ફિલ્મની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં આયુષ્માન શૉર્ટ હેરમાં જોવા મળશે. આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ જંગલમાં કરવામાં આવશે. અભિનવ સિંહા જ્યારે એ માટે લોકેશન શોધી રહ્યા હતા ત્યારે એ ઘણું ચર્ચામાં આવ્યું હતું.
નૉર્થ-ઈસ્ટમાં આ ફિલ્મનું શૂટિંગ કરવામાં આવશે અને એ અભિનવ સિંહાની અત્યાર સુધીની સૌથી બિગ બજેટ ફિલ્મ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ફોટો શૅર કરીને આયુષ્માને કૅપ્શન આપી હતી, ‘અનુભવ સર સાથે ફરી કામ કરવા માટે ખૂબ ઉત્સાહી છું. ફરીથી, ‘અનેક’. અનુભવ સિંહા અને ભૂષણકુમાર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહેલી આ ફિલ્મના મારા જોશુઆના લુકને રજૂ કરી રહ્યો છું.’

