ફિલ્મને લઈને માનુષીએ કહ્યું કે ‘હું આ અદ્ભુત દૃશ્યોથી ભરપૂર ફિલ્મમાં જોડાઈને અને સોની પિક્ચર્સ ઇન્ટરનૅશનલ પ્રોડક્શન્સ અને રેનેસાં પિક્ચર્સ સાથે કામ કરવા માટે ઉત્સુક છું.
માનુષી છિલ્લર
માનુષી છિલ્લર ઇન્ડિયન ઍર ફોર્સ પર આધારિત ફિલ્મ મળતાં અતિશય ખુશ છે. વરુણ તેજની આ ફિલ્મ તેલુગુ અને હિન્દીમાં બનવાની છે. આ એરિયલ ઍક્શન ડ્રામામાં માનુષી રડાર ઑફિસરના રોલમાં દેખાશે. ફિલ્મને શક્તિ પ્રતાપ સિંહ હાડા ડિરેક્ટ કરશે. આ ફિલ્મ વાસ્તવિક ઘટના પર આધારિત રહેશે. જવાનોની દેશભક્તિ, તેમને પડતી તકલીફો અને તેમના અતુલનીય ત્યાગને એમાં દેખાડવામાં આવશે. ફિલ્મને લઈને માનુષીએ કહ્યું કે ‘હું આ અદ્ભુત દૃશ્યોથી ભરપૂર ફિલ્મમાં જોડાઈને અને સોની પિક્ચર્સ ઇન્ટરનૅશનલ પ્રોડક્શન્સ અને રેનેસાં પિક્ચર્સ સાથે કામ કરવા માટે ઉત્સુક છું. મારા ડિરેક્ટર શક્તિ પ્રતાપ સિંહ હાડાની આભારી છું કે તેમણે મારા પર ભરોસો કર્યો. હવે ઇન્ડિયન ઍર ફોર્સના ઑફિસર્સની લાઇફ અને જર્ની વિશે વિસ્તારમાં જાણવા માટે આતુર છું. વરુણ તેજ સાથે સ્ક્રીન શૅર કરવા માટે પણ ઉત્સુક છું.’