ફિફા વર્લ્ડ કપમાં તે તેના આર્જેન્ટિનાના આઇકન લિયોનેલ મેસીની એક ઝલક જોવા માટે ગઈ છે
ફાઇલ તસવીર
માનુષી છિલ્લર તેના વર્ષો જૂના એક સપનાને પૂરું કરવા માટે કતાર પહોંચી છે, જ્યાં ફિફા વર્લ્ડ કપમાં તે તેના આર્જેન્ટિનાના આઇકન લિયોનેલ મેસીની એક ઝલક જોવા માટે ગઈ છે. માનુષીએ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી છે. લિયોનેલ પ્રત્યેની દીવાનગી વ્યક્ત કરતાં માનુષીએ કહ્યું કે ‘મારું હંમેશાંથી સપનું રહ્યું છે કે મારી નજરની સામે હું લિયોનેલ મેસીને રમતા જોઉં. તેની એક ઉત્સુક ફૅન હોવાથી ઘણાં વર્ષોથી હું ફુટબૉલ પિચ પર તેની એક ઝલક જોવા મળે એનું પ્લાનિંગ કરી રહી છું. એવી ચર્ચા છે કે તે આ ફિફા વર્લ્ડ કપમાં છેલ્લી વખત રમવાનો છે.
આર્જેન્ટિના હાલમાં નૉક-આઉટ સ્ટેજમાં છે અને એથી એવી કોઈ શક્યતા નથી કે નેધરલૅન્ડ્સ જેવી એક સશક્ત ટીમ સામે તેને રમતો જોવામાં હું ચૂકી જાઉં. મારા માટે તો આ સપનું પૂરું થવા સમાન છે. તેને રમતો જોઈને મને ખુશી થશે. સ્ટેડિયમના વાતાવરણ અને ઉત્સાહને જોવા સાથે જ મૅચ દ્વારા મેસીને ચિયર કરવા માટે આતુર છું. વિશ્વ કપ નજીક જ છે અને એને ટીવી પર જોવાને બદલે પર્સનલી ત્યાં જઈને ફાઇનલ જોવા માટે ઉત્સુક છું.’