‘ઓમ શાંતિ ઓમ’માં એક ગીતમાં ઘણા જૂના કલાકારોની જૂની ફિલ્મોના ડાન્સ મૂવ્ઝને રીક્રીએટ કરવામાં આવ્યાં હતાં
શાહરુખ ખાન
શાહરુખ ખાને ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં મનોજ કુમારની મજાક ઉડાવી હતી અને એના પગલે મનોજ કુમાર તેની અને ફિલ્મનિર્માત્રી ફારાહ ખાન સામે નારાજ થયા હતા અને ૧૦૦ કરોડ રૂપિયાની માનહાનિનો દાવો ઠોકી દીધો હતો. જોકે ૨૦૧૩માં તેમણે આ કેસ પાછો ખેંચી લીધો હતો અને તેમણે કહ્યું હતું કે તેઓ કદી શાહરુખ ખાનને માફ નહીં કરે.
‘ઓમ શાંતિ ઓમ’માં એક ગીતમાં ઘણા જૂના કલાકારોની જૂની ફિલ્મોના ડાન્સ મૂવ્ઝને રીક્રીએટ કરવામાં આવ્યાં હતાં. આ ફિલ્મના એક સીનમાં મનોજ કુમારનું એક કૅરૅક્ટર દર્શાવવામાં આવ્યું હતું. ફિલ્મના એક પ્રીમિયરમાં શાહરુખ ખાનને જવું હતું અને તેણે મનોજ કુમારનો પાસ ચોરી લીધો હતો. પાસ વિના મનોજ કુમાર પહોંચે છે તો પોલીસ તેમને ઓળખવાનો ઇનકાર કરી દે છે અને મારે છે એવું આ ફિલ્મના સીનમાં દર્શાવવામાં આવ્યું હતું. આથી મનોજ કુમાર નારાજ થયા હતા. આ સીનને તેમણે પોતાની માનહાનિ સમજી હતી.
ADVERTISEMENT
આ મુદ્દે મનોજ કુમારે કેસ કર્યા બાદ ફિલ્મમાંથી આ સીન દૂર કરવામાં આવ્યો હતો અને શાહરુખ ખાને પ્રેસ-કૉન્ફરન્સમાં મનોજ કુમારની માફી માગતાં કહ્યું હતું કે ‘હું ખોટો હતો. જો તેમને દુઃખ પહોંચ્યું હોય તો હું માફી માગું છું. મેં તેમને ફોન કર્યો હતો. મનોજ કુમારે મને કહ્યું કે આ કોઈ મોટી વાત નથી બેટા, તારે કૅરફુલ રહેવું જોઈએ. મને પહેલાં ફોન કરીને પૂછી લેવાની જરૂર હતી.’

