રેમો તારા ઇનોવેટિવ મૂવ્ઝ દેખાડવા માટે જલદી પાછો આવી જા: મનોજ બાજપાઈ
મનોજ બાજપાઈ
રેમો ડિસોઝાની સ્પીડી રિકવરી માટે મનોજ બાજપાઈએ પ્રાર્થના કરી છે. હાલમાં જ રેમો ડિસોઝાને હાર્ટ-અટૅક આવ્યા બાદ તેની ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. તેની કોકિલાબેન હૉસ્પિટલમાં ટ્રીટમેન્ટ ચાલી રહી છે. રેમોએ ‘ABCD’ અને ‘ABCD 2’ને ડિરેક્ટ કરી હતી. તે કોરિયોગ્રાફર સિવાય અનેક રિયલિટી ડાન્સ શોનો જજ પણ રહ્યો છે. તેના સ્વાસ્થ્યને લઈને ફૅમિલી, ફ્રેન્ડ્સ અને ફૅન્સ ખૂબ ચિંતિત બન્યા છે. ટ્વિટર પર મનોજ બાજપાઈએ ટ્વીટ કર્યું હતું કે ‘ગેટ વેલ સૂન અને તારા ઇનોવેટિવ મૂવ્ઝ દેખાડવા માટે જલદી પાછો આવી જા.’

