ZEE 5 પર આ ફિલ્મ ૨૩ મેએ રિલીઝ થવાની છે.
મનોજ બાજપાઈ
ન્યુ યૉર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં મનોજ બાજપાઈની ‘બંદા’નું સ્ક્રીનિંગ થવાનું છે. આ ફિલ્મને અપૂર્વ સિંહ કર્કીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં વકીલ પૂનમચંદ સોલંકીના રોલમાં મનોજ બાજપાઈ દેખાવાનો છે. ZEE 5 પર આ ફિલ્મ ૨૩ મેએ રિલીઝ થવાની છે. જોકે ૧૩ મેએ આ ફિલ્મ ન્યુ યૉર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં દેખાડવામાં આવશે. સાથે જ મનોજ બાજપાઈ પણ એમાં હાજર રહેશે, જે હાજર લોકોના સવાલોના જવાબ પણ આપશે. પોતાના રોલ વિશે મનોજ બાજપાઈએ કહ્યું કે ‘ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’માં વકીલ પૂનમચંદ સોલંકીનો રોલ કરવો એ મારા માટે અદ્ભુત અનુભવ રહ્યો કેમ કે એની સ્ટોરી સામાન્ય વ્યક્તિની સામે આવનાર પડકારોનો સામનો કરવાની અસાધારણ લડાઈની સ્ટોરી છે. આશા છે કે દર્શકોને એ જોડશે અને વિજયની સ્ટોરીના તેઓ સાક્ષી બનશે. સાથે જ પૂનમચંદ સોલંકીએ એ સિદ્ધિ મેળવવા માટે કેવી મહેનત કરી છે એના પણ.’